ઉદ્યમિતા વિમન ઇનીશીએટિવ નેટવર્ક – UWINના સ્થાપક શ્રીમતી ફાલ્ગુની રાવલના દૂરદૃષ્ટિભર્યા નેતૃત્વમાં, UWIN સમુદાય ઝડપથી વિકસી રહ્યો છે. તેમનું ‘ વુમન સપોર્ટ વુમન’ ની ભાવના UWIN સભ્યોમાં સફળતાપૂર્વક અપનાવવામાં આવી રહી છે અને તેના અભૂતપૂર્વ પરિણામો મળી રહ્યા છે.
શ્રીમતી રાવલે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને તેમના વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી UWINની શરૂઆત કરી હતી. આજે, UWIN 350 થી વધુ સભ્યો ધરાવતું એક મજબૂત સંગઠન છે.
UWIN મહિલા ઉદ્યોગસાહસિકોને મદદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. તેમાં માર્ગદર્શન, વર્કશોપ, પ્રદર્શનો અને નેટવર્કિંગના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો મહિલાઓને તેમના વ્યવસાયનો વિકાસ કરવા અને તેમની કમાણી વધારવામાં મદદ કરે છે.
તાજેતરનો ‘UWIN Empower Expo Season-1’, જે 27 જુલાઈએ અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં UWIN મહિલા સભ્યોની સંગઠનશક્તિનો પુરાવો આપ્યો. આ પ્રદર્શનમાં 105 થી વધુ મહિલા ઉદ્યોગપતિઓએ તેમના વિવિધ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. ‘ ગ્રીન થીમ ‘ પર આયોજિત આ એક્સપોમાં પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાના નિર્ધાર સાથે આ કાર્યક્રમને ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો.
શ્રીમતી રાવલ જણાવે છે કે, “UWIN નો ધ્યેય એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં મહિલાઓ એકબીજાને ટેકો આપી શકે અને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે. અમે માનીએ છીએ કે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ એ પરિવર્તનનો પાયો છે, અને અમે એવા પ્લેટફોર્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે મહિલાઓને આત્મનિર્ભર બનવામાં અને તેમના પરિવારને આર્થિક રીતે ટેકો આપવામાં મદદ કરે. “
આ પ્રદર્શનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને ગુજરાતમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. UWIN ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આયોજિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધુ મહિલાઓને તેમના વ્યવસાયને આગળ લઈ જવામાં અને સમાજમાં યોગદાન આપવામાં મદદ મળી શકે.