યુવિન, એક ગતિશીલ મહિલા સપોર્ટ સમુદાય, તેના પ્રથમ મેમ્બર શોકેસ, એમ્પાવર એક્સ્પો સિઝન 1ની ઘોષણા કરીને આનંદ અનુભવે છે. આ ઈવેન્ટ 27 જુલાઇ, 2024ના રોજTreatotel હોટલ, ગુરુકુલ, અમદાવાદમાં 11 AM થી 7 PM સુધી યોજાશે.
એમ્પાવર એક્સ્પો સિઝન 1 નો હેતુ ૧૧૦ થી વધુ મહિલા ઉદ્યોગકારોને એક સાથે લાવવાનો છે, જે તેમને તેમના અનન્ય ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરવા માટેનું મંચ પૂરું પાડે છે. ફેશન અને જ્વેલરીથી લઈને વેલનેસ અને ફૂડ સુધી,travel & Adventure tourism ના ક્ષેત્રમાં જોડાયેલી મહિલાઓ તેમનાં બિઝનેસની માહિતી આપશે.
યુવિનના સ્થાપક, ફાલ્ગુની રાવલના મતે આ એક્સ્પો માત્ર એક ઇવેન્ટ નથી; તે મહિલા ઉધમી સમુદાયની શક્તિનું સન્માન છે. અમે એક એવું સ્થળ ઓફર કરવા માટે ઉત્સુક છીએ જ્યાં મહિલાઓ નેટવર્ક કરી શકે, તેમના ટેલેન્ટ્સને શોકેસ કરી શકે, અને અન્ય મહિલાઓને પણ તેમના ઉદ્યોગકારિતાના સપનાંઓ પીછો કરવા માટે પ્રેરિત કરી શકે.
એક્સ્પોના વાતાવરણને એન્ગેજિંગ રાખવા યુવિનર અને પ્રોફેશનલ સિંગરસ્ દ્વારા લાઈવ સિગિંગ પણ કરવામાં આવશે. ઉપસ્થિત લોકો ફેશન, કપડા, જ્વેલરી, હેલ્થ પ્રોડક્ટ્સ, ટૂર્સ અને ટ્રાવેલ સેવાઓ, હેન્ડિક્રાફ્ટ્સ, ક્રિસ્ટલ્સ, જેમ્સ, અને બેકરી આઈટમસ્ જેવી વિવિધ કેટેગરી ની સેવાઓ અને વસ્તુઓનું પ્રદર્શન કરશે. સંપૂર્ણ એરકન્ડિશન્ડ સ્થળ સુવિધા સાથે મુલાકાતિઓનો અનુભવ સુખદ રહેશે, આ ઉપરાંત વિવિધ સ્વાદિષ્ટ ફૂડ આઇટમ્સ ઉપલબ્ધ રહેશે.
- તારીખ: 27 જુલાઇ, 2024
- સમય: 11 AM થી 7 PM
- સ્થળ: Treatotel Hotel, ગુરુકુલ, અમદાવાદ
યુવિન એમ્પાવર એક્સ્પો સિઝન 1 માં મહિલાઓના સશક્તિકરણ અને ઉદ્યોગકારિતાનું સન્માન કરવા અમારી સાથે જોડાઓ. વધુ માહિતી માટે, અમારી વેબસાઇટ www.uwinindia.com મુલાકાત લો.
કૃપા કરીને સંપર્ક કરો:
Falguni Rawal
Founder, Uwin
ફોન: 9724315308