ઉદ્યમિતા વિમન ઇનીશીએટિવ નેટવર્ક – UWINના સ્થાપક શ્રીમતી ફાલ્ગુની રાવલના દૂરદૃષ્ટિભર્યા નેતૃત્વમાં, UWIN સમુદાય ઝડપથી વિકસી રહ્યો છે. તેમનું ‘ વુમન સપોર્ટ વુમન’ ની ભાવના UWIN સભ્યોમાં સફળતાપૂર્વક અપનાવવામાં આવી રહી છે અને તેના અભૂતપૂર્વ પરિણામો મળી રહ્યા છે.

શ્રીમતી રાવલે મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને તેમના વ્યક્તિગત તેમજ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી UWINની શરૂઆત કરી હતી. આજે, UWIN 350 થી વધુ સભ્યો ધરાવતું એક મજબૂત સંગઠન છે.

UWIN મહિલા ઉદ્યોગસાહસિકોને મદદ કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે. તેમાં માર્ગદર્શન, વર્કશોપ, પ્રદર્શનો અને નેટવર્કિંગના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો મહિલાઓને તેમના વ્યવસાયનો વિકાસ કરવા અને તેમની કમાણી વધારવામાં મદદ કરે છે.

તાજેતરનો ‘UWIN Empower Expo Season-1’, જે 27 જુલાઈએ અમદાવાદ ખાતે યોજાયો હતો, જેમાં UWIN મહિલા સભ્યોની સંગઠનશક્તિનો પુરાવો આપ્યો. આ પ્રદર્શનમાં 105 થી વધુ મહિલા ઉદ્યોગપતિઓએ તેમના વિવિધ ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કર્યું હતું. ‘ ગ્રીન થીમ ‘ પર આયોજિત આ એક્સપોમાં પર્યાવરણ બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવાના નિર્ધાર સાથે આ કાર્યક્રમને ભરપૂર પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ તેમાં ભાગ લીધો હતો.

શ્રીમતી રાવલ જણાવે છે કે, “UWIN નો ધ્યેય એવું વાતાવરણ ઊભું કરવાનો છે જ્યાં મહિલાઓ એકબીજાને ટેકો આપી શકે અને તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકે. અમે માનીએ છીએ કે મહિલાઓનું આર્થિક સશક્તિકરણ એ પરિવર્તનનો પાયો છે, અને અમે એવા પ્લેટફોર્મ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ જે મહિલાઓને આત્મનિર્ભર બનવામાં અને તેમના પરિવારને આર્થિક રીતે ટેકો આપવામાં મદદ કરે. “

આ પ્રદર્શનને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને ગુજરાતમાં મહિલા શક્તિને પ્રોત્સાહન આપવાના પ્રયાસોમાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. UWIN ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો આયોજિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેથી વધુ મહિલાઓને તેમના વ્યવસાયને આગળ લઈ જવામાં અને સમાજમાં યોગદાન આપવામાં મદદ મળી શકે.

યુવિન, એક ગતિશીલ મહિલા સપોર્ટ સમુદાય, તેના પ્રથમ મેમ્બર શોકેસ, એમ્પાવર એક્સ્પો સિઝન 1ની ઘોષણા કરીને આનંદ અનુભવે છે. આ ઈવેન્ટ 27 જુલાઇ, 2024ના રોજTreatotel હોટલ, ગુરુકુલ, અમદાવાદમાં 11 AM થી 7 PM સુધી યોજાશે.

એમ્પાવર એક્સ્પો સિઝન 1 નો હેતુ ૧૧૦ થી વધુ મહિલા ઉદ્યોગકારોને એક સાથે લાવવાનો છે, જે તેમને તેમના અનન્ય ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરવા માટેનું મંચ પૂરું પાડે છે. ફેશન અને જ્વેલરીથી લઈને વેલનેસ અને ફૂડ સુધી,travel & Adventure tourism ના ક્ષેત્રમાં જોડાયેલી મહિલાઓ તેમનાં બિઝનેસની માહિતી આપશે.

યુવિનના સ્થાપક, ફાલ્ગુની રાવલના મતે આ એક્સ્પો માત્ર એક ઇવેન્ટ નથી; તે મહિલા ઉધમી સમુદાયની શક્તિનું સન્માન છે. અમે એક એવું સ્થળ ઓફર કરવા માટે ઉત્સુક છીએ જ્યાં મહિલાઓ નેટવર્ક કરી શકે, તેમના ટેલેન્ટ્સને શોકેસ કરી શકે, અને અન્ય મહિલાઓને પણ તેમના ઉદ્યોગકારિતાના સપનાંઓ પીછો કરવા માટે પ્રેરિત કરી શકે.

એક્સ્પોના વાતાવરણને એન્ગેજિંગ રાખવા યુવિનર અને પ્રોફેશનલ સિંગરસ્ દ્વારા લાઈવ સિગિંગ પણ કરવામાં આવશે. ઉપસ્થિત લોકો ફેશન, કપડા, જ્વેલરી, હેલ્થ પ્રોડક્ટ્સ, ટૂર્સ અને ટ્રાવેલ સેવાઓ, હેન્ડિક્રાફ્ટ્સ, ક્રિસ્ટલ્સ, જેમ્સ, અને બેકરી આઈટમસ્ જેવી વિવિધ કેટેગરી ની સેવાઓ અને વસ્તુઓનું પ્રદર્શન કરશે. સંપૂર્ણ એરકન્ડિશન્ડ સ્થળ સુવિધા સાથે મુલાકાતિઓનો અનુભવ સુખદ રહેશે, આ ઉપરાંત વિવિધ સ્વાદિષ્ટ ફૂડ આઇટમ્સ ઉપલબ્ધ રહેશે.

  • તારીખ: 27 જુલાઇ, 2024
  • સમય: 11 AM થી 7 PM
  • સ્થળ: Treatotel Hotel, ગુરુકુલ, અમદાવાદ

યુવિન એમ્પાવર એક્સ્પો સિઝન 1 માં મહિલાઓના સશક્તિકરણ અને ઉદ્યોગકારિતાનું સન્માન કરવા અમારી સાથે જોડાઓ. વધુ માહિતી માટે, અમારી વેબસાઇટ www.uwinindia.com મુલાકાત લો.

કૃપા કરીને સંપર્ક કરો:
Falguni Rawal
Founder, Uwin
ફોન: 9724315308

યુવિન વિશે:
યુવિન એક મહિલા સપોર્ટ સમુદાય છે જે નેટવર્કિંગ, શિક્ષણ, અને ઉદ્યોગકારિતાના તકોઓ દ્વારા મહિલાઓને સશક્ત બનાવવામાં સમર્પિત છે. સપોર્ટિવ વાતાવરણને foster કરીને, યુવિન મહિલાઓને એકબીજા સાથે કનેક્ટ કરી ,આગળ વધવામાં, અને તેમના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા મેળવવામાં મદદ કરે છે.