ભારતીય જનતા પાર્ટી સાંસ્કૃતિક સેલ દ્વારા ખેડા લોકસભા માં કલા સંવાદ કલાકારો નું સંમેલન તથા લોકસભા ચૂંટણી 2024 સંકલ્પ પત્ર માટે કલાકારો ના અમૂલ્ય સૂચનો લેવામાં આવ્યા જે દિલ્લી મોકલ્વામાં આવશે.

ભાજપનું વિકસિત ભારત સંકલ્પ પત્ર કેવું હોવું જોઈએ એ માટે કલાકારોના મત જાણ્યા હતા

તા : 10/3/2024 ના રોજ ભાજપ ખેડા જીલ્લા કાર્યલય કમલમ નડિયાદ ખાતે યોજાયેલું કલા સંવાદ જેમાં સાંસ્કૃતિક સેલના પ્રદેશ સંયોજક શ્રી જનક ઠક્કર, સાંસ્કૃતિક સેલના પ્રદેશ સભ્ય શ્રી અરવિંદ વેગડા , શ્રી મહર્ષિ દેસાઈ , સાંસ્કૃતિક સેલ અમદાવાદ જીલ્લાના સંયોજક શ્રી રાકેશ પૂજારા તથા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય ભ્રમભટ્ટ જી અને ખેડા લોકસભાના સંયોજક શ્રી દશરથ ભાઈ પટેલ જી ઉપસ્થિત રહ્યા હતા. ખેડા જીલ્લા સાંસ્કૃતિક સેલના સહસંયોજક શ્રી મહેશ ભાઈ રબારી જી એ મોટી સંખ્યામાં કલા ક્ષેત્રના લોકો ને એકત્ર કર્યા હતા

ભાજપ સાંસ્કૃતિક સેલની ટીમ ધ્વારા ગુજરાતની તમામ લોકસભા વિસ્તારમા આ પ્રમાણે કાર્યક્રમ યોજાશે. ભાજપ સાંસ્કૃતિક સેલની ટીમ ધ્વારા સરકારની અને પાર્ટીની વાત સૌ કલા જગતના લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરવામાં આવશે. એવુ ભાજપ સાંસ્કૃતિક સેલના પ્રદેશ સંયોજક શ્રી જનક ઠક્કર એ જણાવ્યું હતું.

રામ, રામાયણ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો.. વગેરે કોઈપણ રામાયણને લગતા વિષય પરનાં સર્જન વિવિધ કળા માધ્યમો દ્વારા.

વય મર્યાદા : 10 વર્ષ થી ઉપર (તારીખ 1 જાન્યુઆરી, 2024 ના રોજ )
સમય મર્યાદા : વધુમાં વધુ 3 મિનીટ
સ્પર્ધાના માધ્યમ :
કાવ્ય રચના ( પોતાના મૌલિક કાવ્યનું પઠન )
ચિત્રકળા
એક પાત્રી અભિનય / મોનોએક્ટીંગ
ગીત-સંગીત (સોલો તેમજ ગ્રુપ )
નૃત્ય (સોલો તેમજ ગ્રુપ
વાર્તા કથન / પ્રસંગ પ્રસ્તુતિ
ભજન મંડળી

રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ: 13 જાન્યુઆરી, 2024
Click here for RegistrationsRegistration

કૃતિ અપલોડ કરવાની છેલ્લી તારીખ: 18 જાન્યુઆરી, 2024