મુંબઈ: તારીખ 29મી માર્ચે મુંબઇમાં લતા મંગેશકર ઓડીટોરીયમમાં ઈન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના અંતર્ગત સીઝન – ૨ ના અનેક કલાકારો જેમકે બોલિવૂડ એક્ટર દિબ્યેન્દુ ભટ્ટાચાર્ય, શિલ્પા કટારીયા સીંગ, અન્જલિકા કરફેય ( હોલિવુડ), ઉર્વશી ચૌહાણ (પુષ્પા – ૨), તાન્યા મિશ્રા, સાઈ શ્રી પ્રભાકરન (સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડુસટ્રી), તથા સિનેમા ની દરેક ઈન્ડસ્ટ્રીએંટ્સ જેવી કે બોલિવૂડ, હોલિવુડ, આર્મેનિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા, તમિલ, તેલુગુ, મલયાલમ, કેરાલીઅન, રાજસ્થાની, મરાઠી, બંગાળી, હરિયાણવી, ઓરિસ્સા તથા ગુજરાતના કલાકારો તથા ટેક્નિશિયન્સ, ડાયરેક્ટર્સ, પ્રોડ્યૂસર્સ એક સાથે એક મંચ ઉપર મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ ની ઉજવણી દરમ્યાન ઉપસ્થિત રહ્યા.

દુનિયા નો એક માત્ર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ જે ડ્યુઅલ કેટેગરી માં મહારાજા અવોર્ડસ અને મહારાણી અવોર્ડસ નુ આયોજન કરે છે જેમાં દેશ વિદેશના અનેક કલાકારો એ ભાગ લઇ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, રોયલ ફેમિલી ઓફ સિનેમા ના ટેગ ને મુંબઈ ની ધરતી પર સાર્થક કર્યો.

સીઈઓ, ફાઉન્ડર, ડિરેક્ટર મહારાજા નૌશીવકુમાર વર્મા નુ સપનુ હતુ કે દુનિયા ની દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીએંટ્સ ના કલાકારો આ ફેસ્ટિવલ દરમ્યાન એક સાથે એક મંચ પર એવોર્ડ્સ ના કાર્યક્રમ માં ઉજવણી કરે જે સફળ થયું તથા સંસ્થા ના ચેરમેન શ્રી લલિત ઠક્કર અને સેક્રેટરી શ્રી જિગ્નેશ રાઠોડ તથા ઇન્ટરનેશનલ એક્ટર ભાવેશ શ્રીમાળી ( છેલ્લો દિવસ ફિલ્મ ) સાથે ભેગા મળી ને એક સફળ અવોર્ડ્સ શૉ નુ આયોજન કરેલ હતું. શૉ દરમ્યાન ભદ્રેશ પાંડવ દ્વારા ગોતી લો મેઝ કિંગ ગેમિંગ એપ નું અદ્દભૂત હાઈ ટેક પ્રેસેંટેશન આપવા માં આવ્યું, તથા નીઓ – પિક્સેલ ડી ની ટીમ તરફ થી શ્રી શશિન પટેલ, શ્રી મૃણાલ શુક્લ, તર્પણ પટેલ તથા એસીપી શ્રી સંજય પાટીલ જેવા મહાનુભાઓવે એ ઉપસ્થિત રહી અવોર્ડ્સ સમારંભ ની શોભા વધારી હતી,

આ સાથે મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ સીઝન – ૩ ની પણ હવે શરૂઆત થઇ ગયેલ છે, જેમાં દેશ વિદેશ ના કલાકારો અને ફિલ્મમેકર્સ ભાગ લઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *