ઘણી ફિલ્મોના પ્રમોશન ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. એમાં પણ ગુજરાતમાં જ્યારે પણ સૌના ભાઈ વિક્રમ ઠાકોરની ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે પ્રેક્ષકોના મનમાં કંઇક અલગ જ ઉત્સાહ હોય છે. હવે જ્યારે વિક્રમ ઠાકોર, આરઝુ લીંબાચીયા અભિનીત ભાઈની બેની લાડકી રિલીઝ માટે તૈયાર છે. ત્યારે અમદાવાદના અશોક સિનેમા રીલિઝ રોડ ખાતે વિક્રમ ઠાકોરનું ૩૦ ફૂટ ઊંચું અને ભવ્ય પોસ્ટર લાગી ગયું છે.
આ પોસ્ટર અમદાવાદના જાણીતા કરિશ્મા ક્રિએશન વાળા પંકજ ખત્રીએ તૈયાર કર્યું છે. આ પોસ્ટર બનાવવામાં બે દિવસનો સમય અને પંદર જેટલા કારીગરોની મહેનત રંગ લાવી છે. છેલ્લે જ્યારે પોસ્ટર અમદાવાદના અશોક સિનેમા ખાતે લાગ્યું. ત્યારબાદ વિક્રમ ઠાકોરના ફેન્સ પોસ્ટર જોવા ખાસ્સી સંખ્યામાં ઉમટી જ પડશે. પરંતુ આ મહેનત પાછળનો હેતુ ફક્ત લોકો સુધી આપની ફિલ્મ વ્યવસ્થિત પ્રમોશન સાથે પહોંચે અને લોકો આવી પબ્લીસિટી પણ યાદ રાખે એટલો જ હોય છે.