આરમેનિયા અને અઝરબાઈજાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. પોતાના હમમઝહબી રાષ્ટ્ર હોવાના કારણે પાકિસ્તાન અને તુર્કી અઝરબાઈજાન તરફી વલણ ધરાવે છે. જ્યારે આપણે ભૂતકાળમાં આરમેનિયાને મિલિટરી સપોર્ટ આપેલો છે. તુર્કી ગ્રીસને પણ પેટ્રોલીયમના ઝઘડામાં દાઝ રાખી દાદાગીરી પૂર્વક દબાવી રહ્યું છે. તુર્કીના વિરોધમાં ફ્રાન્સ, ગ્રીસને રાફેલ પ્લેન આપી મદદ કરી રહ્યું છે. ISISના મોટાભાગના વિદેશી ફાઈટરો તુર્કીની રહેમરાહે જ સિરિયામાં પ્રવેશેલા. ચાઈના પછી તુર્કી એવો પોટેનશિયલ દેશ છે જે વિશ્વયુદ્ધ કરાવી શકે એમ છે.
