વેરાવળ તાલૂકાનાં કાજલી ગામનાં જયોતિ ગ્રુપના અને જિલ્લા ભાજપના અગ્રણી ખેગારસિંહ ઝાલાનું અવસાન થતાં તેમની સેવાકીય પ્રવૃતિ ચાલુ રહે તે માટે તેમના પુત્ર મનિષભાઇ ઝાલા અને અશ્ચીનભાઇ ઝાલા દ્વારા તેમના પિતાની સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખવા પોતાના પિતાના નામનું એક ફાઉન્ડેશન બનાવવામાં આવેલ છે. આ ફાઉન્ડેશનના લોગો નું લોન્ચીંગ ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણીના હસ્તે તેમના પુત્ર અશ્વિનભાઇ ઝાલાની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અશ્વીનભાઇ ઝાલા સાથે ૧૫થી ૨૦ મીનીટનો સમય આપેલ અને તેમનાં પિતાએ પાર્ટી માટે જે કામગીરી કરેલ તેને યાદ કરેલ અને અશ્ચીનભાઇ ઝાલાને આ સેવાકીય પ્રવૃતિઓ ચાલુ રાખવા બદલ મુખ્યમંત્રીઓ તેમને શુભેચ્છા પાઠવી આશિર્વવાદ આપેલ હતા.
સ્વર્ગીય ખેગારસિઃહ ઝાલાની જિંદગી કોઇપણ પ્રકારના વ્યકિતગત સ્વાર્થવગર સમાજ સેવામાં કાર્યરત હતી. તેઓ નિસ્વાર્થ ભાવે જિલ્લાના કે તેમના સંપર્કમાં આવેલા કોઇ પણ વ્યક્તિની મદદ કરવા હંમેશા તત્પર રહેતા હતા. કોઇ પણ નાનામાં નાના વ્યક્તિની મુશ્કેલીને તેમની મુશ્કેલી ગણીને તેનું નિરાકરણ લાવીને જ બેસતા. તેમની સાથે રહેલા વ્યક્તિઓ અને તેમના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ આજે પણ તેમનો હસતો ચહેરો… તેમની સાદાઇ અને સરળતા ને યાદ કરીને તેમના પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરે છે.

તેમની જંદગીનો સેવાયજ્ઞ સમાજ સેવા અને લોકઉપયોગી કાર્યોને અવિરત આગળ વધારવા સ્વ. ખેંગારસિંહ ઝાલા ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં અવી છે. આ ફાઉન્ડેશનની કામગીરીમાં ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન, વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન સેમીનાર, સ્કિલ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ પ્રોગ્રામ અને જરૂરીયાતમંદ માટે નોકરી માટે માર્ગદર્શન આપી શકય હશે તો વ્યવસ્થા કરવામાં આવશે અને સમાજીક લોકઉપયોગી પ્રવૃતિઓ કરવામાં આવશે.