આજકાલ ઘણા લોકો વિદેશ માં ફરવા જાય છે. વિદેશ માં ફરવા જવું બધાનું સપનું હોય છે. પરંતુ વિદેશ જવા માટે વિઝા મેળવવા એ સૌથી મોટી મુશ્કેલી નું કામ છે. જેમાં પૈસા સાથે સમય નો પણ ખૂબ બગાડ થાય છે. અને જો ફરવા માટેની અચાનક પ્લાનિંગ થઇ હોય ત્યારે વિઝા બનાવવા માં ખૂબ સમય લાગતો હોય છે. પરંતુ ઘણા દેશ એવા પણ છે જ્યાં તમે વગર વિઝા એ પણ જઈ શકો છો. ત્યાં જવા માટે ભારતીયો ને વિઝા ની જરૂર નથી પડતી. તો ચાલો તમને એવા દેશો વિશે જણાવીએ જ્યાં તમે વગર વિઝા એ પણ આરામ થી ફરવા જઈ શકો છો.
1. થાઈલેન્ડ
આ દેશ માં ફરવા જવા માટે ભારતીયો ને વિઝા ની જરૂર નથી પડતી. તેમજ હરવા-ફરવા માટે આ દેશ ને પર્યટકો ખૂબ જ પસંદ કરે છે. આ દેશ માં આવેલા દરિયાકિનારા, રોયલ પેલેસ અને ભગવાન બુદ્ધ ના મંદિર ફરવા માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. થાઈલેન્ડ ફરવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. ભારત ના મોટા ભાગના લોકો ત્યાં ફરવા માટે જાય છે. તો તમે પણ જાઓ આ મોજ-મસ્તી વાળા દેશ માં ફરવા એ પણ વગર વિઝા એ અને માણો ફરવાનો અનેરો આનંદ.

2. જમૈકા
આ દેશ માં જવા માટે પણ તમારે વિઝા ની જરૂર પડતી નથી. આ સાથે આ દેશ એકદમ સસ્તો પણ છે. તમે ઓછા પૈસા માં અહીં જઈ ને તમારી રાજાઓ નો આનંદ માણી શકો છો. આ કેરેબિયન દેશ માં પહાડો તેમજ દરિયા કિનારાઓ અને કુદરતી સૌંદર્ય ભરપૂર પ્રમાણ માં છે અહીં આવી ને તમે ઓછી કિંમત માં કુદરતી સૌંદર્ય ને માણી શકો છો. આ સાથે જમૈકા ને સંગીત નું સ્થળ પણ માનવામાં આવે છે.

3. ફીજી
તમે વગર વિઝા એ ફીજી માં પણ તમારી રજાઓ ની મજા માણી શકો છો. અહીં 333 ટ્રેપિકલ આઈલેન્ડ છે અને અહીં ના દરિયાકિનારાઓ ની ચર્ચા આખી દુનિયામાં થાય છે. ફીજી ને એક સંપૂર્ણ રજાઓ માનવના સ્થળ તરીકે જાણવામાં આવે છે. અહીં ના દરિયા કિનારા તમારું મન મોહી લેશે. દરિયા કિનારાઓ સિવાય અહીં 300 થી વધુ આઇલેન્ડ છે જે તમારી રજાઓ ને સુંદર બનાવે છે.

4. માલદીવ
માલદીવ જવા માટે તમારે વિઝા અન અરાઈવલ લેવા પડશે પરંતુ તે તમને સરળતાથી મળી જશે. પછી તમે આરામ થી માલદીવ માં ફરી શકો છો. હનીમૂન માટે માલદીવ સૌથી પસંદગી નું સ્થળ છે. ભારતીય પર્યટકો ને આ સ્થળ ખૂબ આકર્ષિત કરે છે. માલદીવ ની સુંદરતા મોહિત કરનારી છે. અહીં ના દરિયાકિનારા દુનિયાભર માં પ્રખ્યાત છે. અહીં જવા માટે પર્યટકો ને વિઝા અન અરાઇવલ લેવા પડે છે.

5. જોર્ડન
આ દેશ પશ્ચિમ એશિયાના અરબ સામ્રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીં લગભગ 1 લાખ કરતા વધારે પુરાતત્વ સબંધી ફરવા લાયક જગ્યાઓ છે. પેટિયા અને જેરાશ એ જોર્ડન ના સૌથી પ્રખ્યાત પર્યટક આકર્ષણો છે.

તો મિત્રો આ હતા એવા દેશો જ્યાં તમે વગર વિઝા એ પણ ફરવા જઈ શકો છો. અને તમારી રજાઓ ની મજા માણી શકો છો.