તમને આ હોટલ વિષે જાણીને ઘણું આશ્ચર્ય થશે કારણકે આ હોટલને દર વર્ષે બનાવવામાં આવે છે અને તે દર વર્ષે નદીમાં વહી જાય છે.

56
859
Spread the love

સામાન્ય રીતે, જ્યારે કોઈપણ હોટલ બનાવવામાં આવે છે, ત્યારે તે એવી રીતે બનાવવામાં આવે છે કે તે વર્ષો સુધી એકસરખી રહેશે. પરંતુ વિશ્વમાં એક એવી હોટલ છે, જે ને દર વર્ષે બનાવવામાં આવે છે અને પછી તે દર વર્ષે નદીમાં વહી જાય છે. હા, તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ આ અનોખી હોટલ સ્વીડનમાં છે. તે ને આઇસ હોટલ તરીકે ઓળખવામાં આવે છે.

તમને આ હોટલ વિષે જાણીને ઘણું આશ્ચર્ય થશે કારણકે આ હોટલને દર વર્ષે બનાવવામાં આવે છે અને તે દર વર્ષે નદીમાં વહી જાય છે.

આ સ્વીડન આઇસ હોટલ દર વર્ષે શિયાળામાં બનાવવામાં આવે છે, પરંતુ પાંચ મહિના પછી તે ઓગળી જાય છે અને નદીના પાણીમાં ભળી જાય છે. આ અનોખી હોટલ બનાવવાની પરંપરા 1989 થી ચાલી આવે છે. આ હોટલનું નિર્માણ આ વર્ષે 31 મી વાર છે.

આ અનોખી હોટલ ને ટોર્ની નદીના કાંઠે બનાવવામાં આવી છે. તેને બનાવવા માટે, નદીમાંથી આશરે 2500 ટન બરફ કાઢવામાં આવે છે અને ત્યાર પછી તેનું નિર્માણ કાર્ય ઓક્ટોબર મહિનાથી શરૂ થાય છે. તેને બનાવવા માટે, વિશ્વભરના કલાકારો આવે છે, જે તેમની અલગ અલગ કળા ને પ્રદર્શિત કરવા માંગે છે.

તમને આ હોટલ વિષે જાણીને ઘણું આશ્ચર્ય થશે કારણકે આ હોટલને દર વર્ષે બનાવવામાં આવે છે અને તે દર વર્ષે નદીમાં વહી જાય છે.

દર વર્ષે આ હોટલમાં પ્રવાસીઓના રોકાણ માટે ઘણા ઓરડાઓ બનાવવામાં આવે છે. આ વખતે અહીં 35 ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. રૂમની અંદરનું તાપમાન માઈનસ પાંચ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેતું હોય છે. એવું કહેવામાં આવે છે કે દર વર્ષે આશરે 50 હજાર પ્રવાસીઓ આ હોટેલમાં રહેવા માટે આવતા હોય છે.

આ હોટલ બહારથી અને અંદરથી એમ બન્ને બાજુથી ઘણી સુંદર લાગે છે, તે મે મહિના સુધી જ ચાલુ રહે છે. કારણકે તે પછી અહીં બરફ પીગળવાનું શરૂ થાય છે, અને ત્યાર પછી આ હોટેલ બંધ થઇ જાય છે. આ હોટલમાં એક રાત્રિ રોકાણ ના રૂપિયા 17 હજાર થી માંડીને એક લાખ સુધીના હોય છે.

તમને આ હોટલ વિષે જાણીને ઘણું આશ્ચર્ય થશે કારણકે આ હોટલને દર વર્ષે બનાવવામાં આવે છે અને તે દર વર્ષે નદીમાં વહી જાય છે.

તે એક ઇકો ફ્રેન્ડલી હોટલ છે, એટલે કે આ હોટ એ પર્યાવરણને અનુકૂળ હોટલ છે. અહીં માત્ર સોલાર સંચાલિત ઉપકરણો જ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ હોટલની વિશેષ વાત એ છે કે અહીં એક આઈસ બાર પણ રહેલું છે. એટલું જ નહીં અહીં પ્રવાસીઓ ને પીવા માટે ના ગ્લાસ પણ બરફ ના બનાવવામાં આવે છે. હોટલની અંદર એવી ધ્વનિ અસરો સ્થાપિત કરવામાં આવી છે કે જેનાથી તમને એવું લાગેકે તમે જંગલમાં ઉભા છો. આ સાથે અહીંયા બાળકો માટે એક ક્રિએટિવ ઝોન પણ બનાવવામાં આવ્યો છે.


Spread the love

56 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here