બ્રહ્મલીન ડોંગરેજી બાપાની પૂણ્યતિથિપૂજ્ય મોરારી બાપુ દ્વારા શબ્દાંજલિ

92
1398
Spread the love

પુણ્યશ્લોક, પૂજ્યપાદ, બ્રહ્મલીન, ભાગવત સમ્રાટ ડોંગરેજી મહારાજની ૩૦મી પુણ્યતિથિ આજે કારતક વદ છઠના રોજ છે. મહુવાના સેવા સંસ્કાર આશ્રમ સાથે તેમનું સ્મરણ જોડાયેલું છે. તેમણે મહુવામાં પોતાની પ્રથમ ભાગવત કથા કરી, ત્યારે તેમની નિવાસ વ્યવસ્થા આ સ્થાન પર રહેલી. તેથી અહીં પ્રતિવર્ષ તેમની પૂણ્યતિથિએ પૂજ્ય મોરારીબાપુ દ્વારા બાપાને શબ્દાંજલિ- સ્મરણાંજલિ અર્પણ કરતું પ્રવચન યોજાય છે.
આજે સાંજે સાડા પાંચ વાગ્યે પૂજ્ય બાપુ સંકિર્તન પછી પ્રવચન આપશે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા, આ વર્ચ્યુઅલ પ્રવચનમાં માત્ર બે ત્રણ ટ્રસ્ટીશ્રીઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિ રહેશે. અન્ય સહુ ભાવકો આ કાર્યક્રમનો લાભ રાત્રે સાડા આઠ કલાકે યૂટ્યુબ પર લઇ શકશે.
સંકીર્તન હોલમાં ૨૩ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. પૂનિત પરંપરાના સંત બ્રહ્મલીન પૂજ્ય પ્રેમભિક્ષુજી મહારાજે અખંડ રામધૂનના શ્રીગણેશ કર્યા હતા. પૂજ્ય બાપુ પ્રતિવર્ષ હનુમાન જયંતિના દિવસે અહીં ઉજવાતાં સત્સંગ – સંકિર્તનમાં પણ પધારે છે. અને અખંડ રામધૂનમાં સામેલ થાય છે. બાદમાં ભાવક ભક્તોને તેમનાં પ્રવચનનો લાભ પ્રાપ્ત થાય છે.

ભારતમાં શ્રીમદ્ ભાગવત અને રામચરિત માનસના માધ્યમથી ભક્તિ ગંગા પ્રવાહિત કરનાર સંત શ્રી રામચંદ્ર કેશવ ડોંગરેજી મહારાજે પોતાના જીવનની અંતિમ કથા શુક્રતીર્થમાં કરી હતી. શુક્રતીર્થમાં બાપાની પ્રથમ ભાગવત કથા વર્ષ ૧૯૫૮ માં જાપાનની કોટક કંપનીના માલિક બી. કોટક અને તેમનાં પત્ની ચંદ્રભાગાજીએ કરાવી હતી.
મહાન સંત સ્વામી કલ્યાણ દેવના ત્યાગમય જીવનથી પ્રેરિત થઈને ડોંગરેજીબાપાએ દેશમાં વિભિન્ન સ્થાનોએ અસંખ્ય અન્નક્ષેત્ર, ગૌશાળા અને સંસ્કૃત વિદ્યાલય શરૂ કરાવ્યા.પુણ્યશ્લોક પૂજ્યપાદ ડોંગરેજી બાપા, નવાં મંદિરો બાંધવાને બદલે જૂનાં જીર્ણશીર્ણ થઈ ગયેલાં મંદિરોના ઉદ્ધારની પ્રેરણા આપતા હતા.
ત્યાર પછી તો પોતાના અધ્યાત્મિક એકાંત પ્રવાસ દરમિયાન ઘણી વખત તેઓ શુકતિર્થની આ પુણ્યભૂમિ પર પધાર્યા. ડોંગરેજી બાપા કહેતા કે શુકદેવ મુનિની અમરવાણી આ તીર્થનાં કણકણમાં સમાયેલી છે. શુદ્ધ, સાત્વિક અને પૂર્ણ ભક્તિભાવથી ઓતપ્રોત ડોંગરેજી મહારાજે ૧૦ થી ૧૮ સપ્ટેમ્બર ૧૯૮૦ દરમિયાન પોતાના જીવનની અંતિમ કથા પોતાના આરાધ્ય મુનિ શુકદેવજીને શ્રી ચરણોમાં બેસીને કરેલી.
એવા પુણ્યશ્લોક બ્રહ્મલીન પૂજ્ય ડોંગરેજી મહારાજને શ્રદ્ધાંજલિ અને શબ્દાંજલી આપવા માટે પૂજ્ય બાપુ સાંજે સાડા પાંચ કલાકે સંસ્કાર સેવાશ્રમ મહુવા પધારશે.


Spread the love

92 COMMENTS

  1. I am extremely inspired with your writing skills and also with the layout
    in your weblog. Is that this a paid topic or did you customize it yourself?
    Either way keep up the nice high quality writing, it’s rare to peer
    a great weblog like this one nowadays..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here