ગુજરાતની અનાવિલ બ્રાહ્મણ દીકરીએ અમેરિકાથી વહાવ્યો મદદનો ધોધ, રૂ. 35 કરોડના રેમડેસિવિર ઈન્જેકશન દાન કર્યા

0
683
Spread the love

કોરોના મહામારીએ આખા વિશ્વમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાત પણ આ મહામારીની ઝપેટમાં આવી ગયુ છે. રાજ્યમાં કોરોના દર્દીઓનો રોફડો ફાટતા લોકો દવાથી લઇ ઓક્સિજન માટે પણ વલખા મારી રહ્યા છે, આવામાં ઘણા સેવાભાવી લોકો સામે આવ્યા છે જેઓ નિ:સ્વાર્થ લોકોની મદદ કરી રહ્યા છે. ત્યારે વલસાડ તાલુકાના એક નાનકડા ગામની દીકરીએ અમેરિકાથી પોતાના દેશ ભારતમાં મદદનો ધોધ વરસાવ્યો છે. અમેરિકાથી રૂપાબેને ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે.
પારડી તાલુકાના વલવાડા ગામની વહુ અને પરિયાના સુભાષભાઈ છોટુભાઈ દેસાઈની દીકરી રૂપા દેવાંગ કાળીદાસ દેસાઈએ અમેરિકાથી ભારત સરકારને કોવિડ-19ની સારવાર માટે રૂ. 35 કરોડના મૂલ્યના રેમડેસિવિર ઈન્જેકશનનું કન્સાઈન્મેન્ટ દાન સ્વરૂપે મોકલ્યું છે. જેને મુંબઈની કેતન અને પાર્થવ નામના વ્યકતિ ઓ એ એસ.કે. એજન્સીઝે કસ્ટમમાંથી ક્લિયર કરાવી ભારત સરકારને વિતરણ માટે સોંપી દીધુ છે.
રૂપા દેવાંગ નાયક વલવાડા,તા-પારડી,વલસાડ ના કાળીદાસ નાયકના પુત્રવધૂ છે. જેઓ મફતલાલ ગ્રૂપમાં મુંબઈ ખાતે વાઈસ પ્રેસિડન્ટનાં હોદ્દા ઉપર હતા. આ રૂ. 35 કરોડનાં બહુમૂલ્ય જીવનરક્ષક ઈન્જેકશનના દાન થકી આ પરિવારે બ્રાહ્મણ સમાજનું નામ રોશન કર્યુ છે


Spread the love