વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાયરસ (કોવિડ – 19) એ ચોતરફ કહેર મચાવ્યો છે. લાખો લોકો સંક્રમણનો ભોગ બન્યા છે અને સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા છે. સમગ્ર માનવજાત પોતાની રીતે સાવધાનીના અને વ્યક્તિગત રીતે તકેદારીના પગલા લઇ રહી છે.

વિશ્વવ્યાપી લોકડાઉનમાં તમામ લોકો પોતાના ઘરોમાં કેદ હતા ત્યારે અબોલ પશુઓ માટે તકલીફ નો સમય હતો. સામાન્ય રીતે પાંજરાપોળ અને ગૌશાળાઓમાં લોકો દાન આપતા હોય છે અને ઘાસચારો વિગેરે પહોંચતા કરતા હોય છે પરંતુ બે મહિના જેટલા ચાલેલા લોકડાઉનમાં પશુઓની સંભાળ કોણ રાખે ? ત્યારે મોરબીમાં એક લવરમૂછિયા યુવાન પ્રથમ અમૃતિયા પાંજરાપોળના પશુઓને લીલો ઘાસચારો આપે એ પ્રશંશનિય બાબત ગણાય
ઉલ્લેખનીય છે કે પ્રથમ અમૃતિયા પર્યાવરણની બાબતમાં પણ ખૂબ સજાગ છે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા પ્રથમ અમૃતિયાએ 5000થી વધારે વિદ્યાર્થીઓ અને યુવાનોની મહારેલીનું આયોજન કરેલું