નીકી કથિરીયાએ પેઈન્ટિંગ્સ સિરીઝના માધ્યમથી ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની સુંદરતાને પીંછીથી કાગળ પર કંડારી

0
657
Spread the love

સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની મહામારીને પગલેલોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે તેવા સમયે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સાથે સંકળાયેલા નીકી કથિરીયા રાજ્યનાં વિવિધ પ્રવાસન સ્થળોને પેઈન્ટિંગ્સના માધ્યમથી પ્રમોટ કરી રહ્યા છે. 

નીકી દ્વારા શરૂ કરાયેલ પેઈન્ટિંગ્સ સિરીઝમાં મહાબત ખાનના મકબરો – જૂનાગઢ, ઈડરિયો ગઢ – ઈડર, ઈંગ્લિશ ટોમ્બ – સુરત વગેરેનો સમાવેશ થાય છે. 

નીકી કથીરીયાએ તેમના જન્મસ્થળથી પોતાની પેઈન્ટિંગ્સ સિરીઝની શરૂઆત કરી છે. સ્વાભાવિક છે કે તેમનું જન્મસ્થળ જૂનાગઢ  હોવાથી તેમને તેમના શહેર પ્રત્યે ખૂબ જ લગાવ હોય. તેમણે જુનાગઢમાં આવેલ ખુબ જ સુંદર અને ઐતિહાસિક સ્મારક મહાબત ખાનના મકબરાથી કરી હતી. 

નીકી દ્વારા બીજું પેઈન્ટિંગ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ખાતે આવેલા સુપ્રસિધ્ધ ‘ઈડરિયા ગઢ’નું સુંદર મજાનું પેઈન્ટિંગ્સ બનાવ્યું છે. ‘ઈડરિયા ગઢ’ના પેઈન્ટિંગ્સમાં તેમણે આબેહુબ કુદરતી સોંદર્યનું વર્ણન કર્યું છે. એકવાર ચિત્ર જોયા પછી આંખો બંધ કરીને ઈમેજીનેશન પાવરના ઉપયોગ દ્વારા ઈડરીયો ગઢ ઘરે બેઠાં-બેઠાં જ જોઈ શકાય છે. 

ત્યારબાદ તેઓએ ત્રીજું પેઈન્ટિંગ સુરત ખાતે આવેલા ઐતિહાસિક ઈંગ્લિશ ટોમ્બનું બનાવ્યું છે. ઈંગ્લિશ ટોમ્બનું અદ્દભુત વર્ણન કર્યું છે. 

હવે પછીથી પેઈન્ટિંગ્સ શ્રેણીમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઉત્તર ગુજરાતના વિજયનગર તાલુકામાં આવેલ પોલો ફોરેસ્ટ, મોઢેરાનું સૂર્ય મંદિર, વિશ્વ પ્રસિધ્ઘ કચ્છનું સફેદ રણ અને રણઉત્સવ જેવા સ્થળોનો પણ સામાવેશ કરવામાં આવ્યો છે. 

નીકી કથિરીયાએ પેઈન્ટિંગ્સ સિરીઝના માધ્યમથી ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની સુંદરતાને પીંછીથી કાગળ પર કંડારી

નીકીના પેઈન્ટિંગની વિશેષતા એ છે કે, તેમના દરેકપેઈન્ટિંગમાં હ્યુમન એલિમેન્ટ જોડાયેલું જ હોય છે તેમજ દરેક પેઈન્ટિંગ્સ સાથે સ્ટોરી લાઈન પણ એડ કરવામાં આવેલ હોયછે જેથી દરેક વ્યક્તિ તે સ્થળ પર ફરતા હોય તેવો અનુભવ કરી શકે છે.

નીકી કથિરીયાએ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઑફ ફેશન ટેકનોલોજી (NIFT) માં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેઓલોકડાઉનના સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છે. નીકી દ્વારા પેઈન્ટિંગ્સ સિરીઝ શરૂ કરવાનો ઉદ્દેશ વધુને વધુ પ્રવાસીઓ ગુજરાત અને ગુજરાતમાં આવેલા અનેક પ્રવાસન ક્ષેત્રોને જાણે અને માણે.

નીકી કથિરીયાએ પેઈન્ટિંગ્સ સિરીઝના માધ્યમથી ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની સુંદરતાને પીંછીથી કાગળ પર કંડારી

ગુજરાત ટુરિઝમ વિશે નાગરિકો જાગૃત થાય તેમજ ઘર બેઠાં જ સરસ મજાની ટ્રીપ અનુભવી શકે તે માટે મને એક નવીનતમ વિચાર આવ્યો. મેં પેઈન્ટિંગ્સ દોરીને સોશ્યિલ મીડિયાના માધ્યમથી નાગરિકો સમક્ષ મૂક્યા તો તેમના તરફથી મને ખૂબજ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો જેથી મને રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોના પેઇન્ટિંગ્સ દોરવા માટે મારા ઉત્સાહમાં વધારો થયો છે તેમ નીકી કથિરીયાએ જણાવ્યું હતું.

નીકી કથિરીયા પોતાના શોખ અંગે જણાવે છે કે, “મને બાળપણથી જ પેઈન્ટિંગ ક્ષેત્રમાં કારકિર્દિનું નિર્માણ કરવાનો ખૂબ જ રસ હતો પરિણામે મેં આ ક્ષેત્રને પસંદ કર્યું છે. આ પેઈન્ટિંગ્સ કેમ્પેઈન પૂર્ણ થયા બાદ હું એક્ઝિબિશન કરીશ અને તેમાંથી પ્રાપ્ત થનાર ફંડનો ઉપયોગ પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની મદદ માટે કરીશ”. 

પેઈન્ટિંગ્સના અને પ્રવાસન ક્ષેત્રમાં રુચિ ધરાવતા અનેક લોકોએ નીકી કથિરીયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ સિરીઝને ખૂબ જ વખાણી છે. આપ પણ આવા સરસ મજાનાં અદભુત પેઈન્ટિંગ્સને માણવા માટે નીકી કથિરીયાને તેમના સોશ્યિલ મીડીયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો.

નીકી કથિરીયાએ પેઈન્ટિંગ્સ સિરીઝના માધ્યમથી ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની સુંદરતાને પીંછીથી કાગળ પર કંડારી

Niki kathiriya


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 2660 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC