શ્રીમતી હેતલ બેન અમીન પ્રમુખ, કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ એમના પતિ ડૉક્ટર છે સરકારી જોબ છે. હેતલ બેન 22 વર્ષ થી સામજિક કાર્યકર્તા તરીકે સેવા આપે છે . એમનું મુખ્ય કામ બહેનો ને રોજગારી આપી સ્વલાબન બનાવ્વાનું છે.

કોરોના એ વૈશ્વિક મહામારી એ આખી દુનિયા હચમચાવી દીધી. લોકડાઉન માં બહેનો ને કેમ રોજગારી આપવી એમના માટે ટાસ્ક હતું. એમને થેપલા સ્કીમ સ્ટાર્ટ કરી. 1 થેપલા ના 3 રૂપિયા. આજ થેપલા એમને ગરીબો ને ફૂડ પેકેટ તરીકે પહોંચતા કર્યા 2 કામ થયા આમાં 70 બહેનો જોઈન્ટ થઈ. તેમના પરિવાર પણ મદદ કરવા લાગ્યા. બીજું એમને જરૂરિયાત લોકો ને જમવા નું પોહચડ્યું.

બીજું ટાસ્ક આ કપરા સમય માં એમના આર્ટિસન્સ બહેનો માટે નું હતું. માસ્ક બનવાનું કામ સ્ટાર્ટ કર્યું. આ આર્ટિસન બહેનો અમદાવાદ, ભુજ, ભાવનગર ગુડ્સ ટ્રેન માં માલ મોકલાવા લાગ્યા. આજે આ હેતલ બહેનના માર્ગદર્શ હેઠળ 1,00,000+ માસ્ક પ્રોડકશન કરે છે. હેતલ બેન કહે છે, ‘જય હિન્દ સાથે એટલું જ કહીશ કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે ભારત ની સ્ત્રી શક્તિ એ કોઈ પણ મુસીબત દેશ સામે આવે ત્યારે પોતાની લડત આપી છે ત્યારે આ દેશ ને ક્યારે ઝુકવું પડ્યું નથી મારો દેશ હમેશા આબાદ રહે.’
હેતલ બેન ને ગુજરાતમાં નહી પણ રાજસ્થાન , બિહાર અને ઉત્તરપ્રદેશથી પણ માસ્ક માટે એમની સંસ્થાનો સંપર્ક કરે છે હેતલ બહેને ૨૫૦ થી વધુ પરિવારો ને રોજગાર પૂરો પાડે છે. આ બહેનને સાચે જ સલામ છે.