આદિકવિ , ભક્તકવિ , કૃષ્ણભક્ત શ્રી નરસિંહ મહેતા : બ્રિજ વ્યાસ

76
2435
Spread the love

જય શ્રી કૃષ્ણ

લેખક : બ્રિજ વ્યાસ

નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે, જેમણે ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના રહસ્યોને સૌપ્રથમ વાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા હતા , ગુજરાતી ભાષાના અણમોલ રત્ન સમાન નરસિંહ મહેતા એ ઊર્મિકાવ્યો, આખ્યાન, પ્રભાતિયા અને ચરિત્રકાવ્યોના આરંભ કર્યો હતો..

કવિ શ્રી નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાનાં તળાજા ગામમાં ઈ.સ.૧૪૧૪માં નાગર બ્રાહ્મણ શ્રી કૃષ્ણદાસ મહેતાને ત્યાં થયો હતો. તેઓ પછી જુનાગઢ (ત્યારનું જુર્ણદુર્ગ) ખાતે સ્થાયી થયા હતા. નાની ઉંમરે તેમણે માતા-પિતાને ગુમાવ્યા હતા. તેઓ ૮ વર્ષની વય સુધી બોલી શકતા નહોતા. તેમનો ઉછેર તેમની દાદી જયગૌરીએ કર્યો હતો. તેમના લગ્ન માણેકબાઈ સાથે થયા, તેમને શામળદાસ નામનો પુત્ર અને કુંવરબાઈ નામની પુત્રી હતી.

15મી સદીમાં ભારતમાં જે ભક્તિ અંદોલનની શરૂઆત થઇ તેમાં ગુજરાતને ભક્તિનો રંગ લગાવનાર કવિ નરસિંહ મહેતાએ. જેમણે ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગના રહસ્યોને સૌપ્રથમ વાર કવિતાઓ અને ભજનો દ્વારા સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડ્યા.

” અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે
અખિલ બ્રહ્માંડમાં પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,વૃક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે અખિલ બ્રહ્માંડમાં “- “નરસિંહ મહેતા “

જેમના દ્વારા રચાયેલા પ્રભાતિયા આપણને સવારે સાંભળવા મળે છે, જેમના ભજનો અને કાવ્યો પાંચસો વર્ષોથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ આજે લોકોના મનમાં તાજા છે, લોકો ભાવથી આ પદોને ગાય છે.

જ્ઞાતિ ધર્મોના ભેદોથી ઉપર ઉઠાવી સહુ કોઈ હરિના જન(ભગવાનના સંતાન)છે એવી સમજણ આપી. આવા ક્રાંતિકારી વિચાર ધરાવનાર નરસિંહ મહેતાને ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે આપણા બાપુ પણ પોતાના આદર્શ માનતા હતા.

બાપુનું સહુથી પ્રિય ભજન “વૈષ્ણવજન” એ નરસિંહ મહેતાએ રચેલું છે.
તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે જે મહાત્મા ગાંધીનું ખૂબ પ્રિય હતું. આ ભજનમાં સારા માનવીના ગુણો (મૂલ્યો)નું સરસ રીતે વર્ણન કરેલું છે..
નરસિંહ મહેતાએ રચેલા સાહિત્યમાં કૃષ્ણ ભક્તિના દર્શન થાય છે. શામળદાસના વિવાહ, કુંવરબાઈનુ મામેરુ, નરસિંહ મહેતાના બાપાનું શ્રાદ્ધ, હુંડી, ઝારીનાં પદ, સુદામા ચરિત્ર, દાણલીલા, ચાતુરીઓ, જીવન ઝરમર, વગેરે ૧૫૦૦થી વધારે પદો રચ્યા છે. તથા સુરતસંગ્રામ, હારમાળા, કૄષ્ણજન્મ વધાઇ, શ્રીકૃષ્ણવધાઇ, શ્રીકૃષ્ણવિહાર, દ્વાદશમાસ, રાસસહસ્ત્રપદી, ચાતુરીછત્રીસી, ગોવિંદગમન, શામળશાનો વિવાહ, ચાતુરીષોડશી, બાળલીલા, દાણલીલા, રાસલીલા, ઘડપણ વિશે વસંતવિલાસ, શૄંગાર, જ્ઞાન વૈરાગ્ય, ભક્તિ, હીંડોળા વગેરે વિષયના અપ્દ, નૃસિંહવિલાસ, સુદામાચરિત્ર, શૃંગારમાળા, હારમાળાનું પરિશિષ્ટ, દ્રૌપદીની પ્રાર્થના, મામેરું, સત્યભામાનું રુસણું, અંતરધાન સમયના પદ, માનલીલા, રુક્મિણીવિવાહ, પ્રેમભક્તિ પદસંગ્રહ, સહસ્ત્રપદીરાસ, શામળશાનો મોટો વિવાહ.

● તેમના જીવન પરથી ગુજરાતી ભાષાનું પ્રથમ ચલચિત્ર નરસિંહ મહેતા બન્યું હતું. નરસૈયો (૧૯૯૧), ગુજરાતી ધારાવાહિક દૂરદર્શન પરથી પ્રસારિત થઇ હતી.
● ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓને તેમની યાદમાં નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત ઈ.સ. ૧૯૯૯થી થઈ છે. આ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે..
● ગુજરાત માં ભક્તકવિ નરસિંહ મેહતા યુનીવર્સીટી જુનાગઢ ખાતે આવેલી છે.
ગુજરાત સરકાર દ્વારા લગ્ન કરી સાસરે જતી આદિજાતિની કન્યાને 3000ના વિકાસપત્રો અને 2000ની રોકડ સહાય “કુંવરબાઇનું મામેરું” યોજના હેઠળ આપવામાં આવે છે.

આદિકવિ , ભક્તકવિ , કૃષ્ણભક્ત શ્રી નરસિંહ મહેતા : બ્રિજ વ્યાસ

Spread the love

76 COMMENTS

  1. Your style is so unique compared to many other people. Thank you for publishing when you have the opportunity,Guess I will just make this bookmarked.2

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here