રાજપીપલા નો રહેવાસી અને હાલ બરોડા ખાતે રહેતા જુગલ પાઠક એ પોતાની ડેબ્યુ મેચ માં જ ટિમ માટે 50 રન બનાવ્યા હતા.આજે બરોડા દર્શનમ ક્રિકેટ ગ્રાઉન્ડ ભાયલી ખાતે અંડર 14 ની મેચ રમાઈ હતી જેમાં દર્શનમ એ અને દર્શનમ બી વચ્ચે 40 ઓવર ની મેચ રમાઈ હતી જેમાં દર્શનમ બી એ ટૉસ જીતી ને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો દર્શનમ એ તરફથી દક્ષ પાટીલ અને શુભમ હરિયા એ ઓપનિંગ કર્યું હતું 11 ઓવર માં માત્ર 58 રન માં 3 વિકેટ દર્શનમ એ ગુમાવી ચુક્યો હતું ત્યારે 5માં ક્રમે જુગલ પાઠક તેની પહેલી મેચ રમતા બેટિંગ માં ઉતાર્યો હતો ત્યારે ઓપનિંગ માં આવેલ શુભમ હરિયા 40 રન પણ હતો ત્યાર બાદ જુગલ પાઠકે પોતાની બેટિંગ નું કૌવત બતાવી ને 8 ચોકકા સાથે 56 બોલ માં શાનદાર 55 રન બનાવ્યા હતા જુગલ અને શુભમ એ 154 રન ની પાર્ટનરશીપ કરી ને ટિમ નો સ્કોર 212 સુધી પહોંચાડ્યો હતો જેમાં શુભમ એ પોતાની સેન્ચુરી પુરી કરી હતી જ્યારે જુગલ લોન્ગ ઓન પર સિક્સ ફટકારવા જતા 55 રન પર આઉટ થઈ ગયો હતો જુગલ પાઠક ની આ પહેલી મેચ હતી અને પહેલી મેચ માં જ જુગલ દ્વારા ફિફ્ટી ફટકારવા માં આવી હતી જુગલ ના પરિવાર માં તેના કાકા વિશાલ પાઠક અને તેના પિતા તન્વીર પાઠક બંને કલબ લેવલ ક્રિકેટ માં પોતાનું નામ કરી ને નર્મદા જિલ્લા નું નામ રોશન કરી ચુક્યા છે વિશાલ પાઠક એ તો નોર્થ ઇન્ડિયા તરફ થી સ્ટેટ લેવલ પણ રમી ચુક્યો છે ત્યારે જુગલ પાઠક નું કહેવું છે કે હું પણ મારા કાકા અને પિતા ની જેમ ક્રિકેટ ક્ષેત્રે જિલ્લા નું નામ રોશન કરવા માંગુ છે જુગલ પાઠક એ પહેલી મેચ રમતા પહેલા આગલી રાતે જ કાકા વિશાલ પાઠક ને ફોન કરીને આશીર્વાદ લીધા હતા અને કાકા ની સૂચના પ્રમાણે આજે બેટિંગ કર્યું છે તો ફિફ્ટી કરવાનો મોકો મળ્યો આ ફિફ્ટી જુગલ પાઠક એ તેના કોચ અને આદર્શ કાકા વિશાલ પાઠક અને પિતા તન્વીર પાઠક અને એકેડેમી ના કોચ ને સમર્પિત કરી છે જોકે આવનારી મેચો માં પણ આજ રીત નું પરફોર્મન્સ આપવાની જુગલ પાઠકે વાત કરી છે મેચ ની વાત કરીએ તો દર્શનમ બી 40 ઓવર માં 230 રન માં ઓલ આઉટ થઈ ગયું હતું અને દર્શનમ એ દ્વારા મેચ માં શાનદાર જીત હાંસલ કરી હતી.
