ગુજરાત રાજય યોગ બોર્ડ ધ્વારા ૫ જૂન થી ૨૧ જૂન સુધી ઓનલાઈન યોગ શીબીર

3933
131848
Spread the love

ભારતીય સંસ્કૃતિની દેન યોગને આખા વિશ્વમાં પહોચાડવા માટે ૨૧ જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઘોષિત કરવામાં ભારતના વડાપ્રધાન શ્રી માન. નરેન્દ્રભાઈ મોદીજી સુચન કરેલ જેના અનુસંધાને સંયુક્ત રાષ્ટ્ર દ્રારા ૨૦૧૫થી ૨ ૧ મી જુને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયુ. જે સંકલ્પને પરીપુર્ણ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી માન.વિજયભાઇ રૂપાણી દ્રારા ૨૧ જુન ૨૦૧૯ના રોજ “ગુજરાત રાજ્ય યોગ બોર્ડ”ની રચના કરવામાં આવી છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ  ધ્વારા ૫ જૂન થી ૨૧ જૂન સુધી ઓનલાઈન યોગ શીબીર

ગુજરાત સરકાર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી યોગની પ્રવૃતિઓને વેગ આપી સમગ્ર રાજ્યમાં જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય અને લોકોમાં યોગ અંગેનો માહોલ ઉભો થાય તેવી સફળ કામગીરી કરવામાં આવે છે. હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારીના સમયે લોકડાઉન દરમિયાન લોકોમાં યોગ અંગેની તથા તેનાથી થતા ફાયદા ની જાણકારી મળે અને લોકો યોગ કરતા શીખે તે માટે પણ ગુજરાત રાજય યોગ બોર્ડના માન.ચેરમેનશ્રી દ્વારા ઓનલાઇન કલાસ લેવામાં આવેલ છે. અને હાલ ખાસ કરીને લોકોની ઇમ્યુનીટી વધે અને લોકો યોગ કરતા થાય તે માટે તા.૦૫/૦૬/૨૦૨૦ થી તા. ૨૧/૦૬/૨૦૨૦ સુધી ૧૭ દિવસ સુધી ગુજરાત રાજય યોગ બોર્ડની ઓફીશ્યલ ફેસબુક પેઇજ ઉપર સવારે ૭-૦૦ થી ૭-૫૦ સુધી ઓનલાઇન યોગ કલાસ ચાલુ કરવામાં આવેલ છે. તેમજ બહેનો માટે સાંજના સમયે ૦૫-૩૦ થી ૭-૩૦ કલાક સુધી યોગ નિષ્ણાંત બહેનો મારફતે ઓનલાઇન યોગ કલાસ શરૂ કરવામાં આવેલ છે.

दुनियाभर में Coronavirus के 69 लाख से ज्यादा केस, 4 लाख से अधिक मौतें

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવનાર ઓનલાઇન યોગ કલાસથી લોકોને લાભ મળી રહ્યો છે અને લોકો ૧૦૦ સુર્ય નમસ્કાર કરવા માટેનો ચેલેન્જ પણ એકસેપ્ટ કરી રહયા છે. અને માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી દ્રારા યોગ ચેલેન્જ સ્વીકારી યોગ અંગેનો ૦૩ મિનિટનો વિડીયો બનાવી અપલોડ કરવા અપીલ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે પણ ગુજરાતમાંથી આ ચેલેન્જને સ્વીકારી યોગ બોર્ડના માધ્યમથી લોકોને જાગૃત કરી વિડીયો અપલોડ કરવા પ્રેરણા આપવામાં આવે છે.

૨૧ મી જુન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસને સફળ બનાવવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૦૫/૦૬/૨૦૧૭ થી તા.૨૧/૦૬/૨૦૨૦ સુધી ઓનલાઇનના માધ્યમથી ઓનલાઇન યોગ કલાસ નિબંધ સ્પર્ધા, લેકચર સીરીઝ તથા વિડીયો ચેલેન્જ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.તેમજ ૨૧ મી જુન વિશ્વ યોગ દિવસે ઓનલાઇન યોગ કાર્યક્રમમાં વધુને વધુ લોકો જોડાઇ તે માટે રજીસ્ટ્રેશન કરાવવા  જણાવવામાં આવેલ છે.

લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્રારા પ૦૦૦ થી વધુ યોગ ટ્રેનરોને તાલીમ આપવામાં આવેલ ઓનલાઇન યોગ ક્લાસ શરૂ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવેલ છે. લોકડાઉન દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોચ દ્વારા ઓનલાઇન યોગ શિબિરો ચાલુ રાખી યોગની તાલીમ આપવામાં આવેલ છે. સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં લોકોને ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હવે મેડીકલ સાયન્સ એ પણ સ્વીકારી લીધું છે કે યોગ એ માત્ર શારીરીક વ્યાયામ નહી સંપુર્ણ ચિકિત્સા વિજ્ઞાન છે. હવે દરેક રોગોનું સમાધાન યોગથી શક્ય બન્યું છે, જેનાથી બીમાર વ્યક્તિને સારું સ્વાસ્થય મળે છે અને સ્વસ્થ વ્યક્તિ સફળતા મળે છે. તેમજ રોગ કરી ઇમ્યુનીટી વધારી કોરોનાને હરાવીએ.અને કોરોનાને હરાવવા માટે ઇમ્યુનીટી વધારવા માટે સારો ઉપાય એક માત્ર યોગ છે. જે ભારતીય સંસ્કૃતિની દેન છે. જીવનમાં સારા સ્વાસ્થ્ય, સફળતા અને સંપૂર્ણ સુખોને પ્રાપ્ત કરવા માટેનું માધ્યમ યોગ છે. તો આવો આપણે સૌ યોગ સાથે જોડાઇયે અને યોગ કરી તંદુરસ્ત ભારતનું નિર્માણ કરીએ.


Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 645 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here