ટીસીજીએલ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓને ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 અપાશે

0
139
Spread the love

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને સન્માનિત કરવા માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 નું આયોજન કરાયું છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વર્ચ્યુઅલ ઈવેન્ટનું આયોજન કરાયું છે.
તારીખ 25 સપ્ટેમ્બર 2020 ના રોજ સાંજે 4:30 કલાકે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ઓફિસિયલ ફેસબુક પેજ પર અવોર્ડ સેરેમનીનું લાઈવ પ્રસારણ કરાશે. https://.www.facebook.com/gujtourism પર તમામ નાગરિકો જોડાઈ શકે છે.
ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 માં રાજ્યના પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રીશ્રી વાસણભાઈ આહિર, પ્રવાસન વિભાગના સચિવ શ્રીમતી મમતા વર્મા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી જેનુ દેવાન સહિત પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહેશે.
બેસ્ટ અકોમોડેશન ફેસેલિટી, ટુર ઓપરેટર, ટ્રાવેલ ફ્લિટ ઓપરેટર, ટુરિસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, બ્લોગર, ફોટોગ્રાફર, ગુજરાતી ક્યુઝિન રેસ્ટોરન્ટ, ટેકનોલોજી, લિડીંગ ટુરિઝમ ઈનિશિએટીવ બાય અ ડિસ્ટ્રિક્ટ, બેન્કવેટ/કન્વેશન ફેસેલિટી, ટુર ગાઈડ, ટુરિઝમ ઈવેન્ટ ઓર્ગેનાઈઝિંગ એજન્સી, સ્પેશ્યલ જ્યુરી અવોર્ડ સહિત 13 કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.
ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના પૂર્વ સચિવશ્રી વિનોદ ઝુત્સીજી, ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય સચિવશ્રી પી.કે.લહેરીજી, સ્ટેટ ઈન્સ્ટિટ્યુટ ઑફ હોટલ મેનેજમેન્ટના સલાહકારશ્રી નાસિર રફીકજી, ટ્રાવેલ ટ્રેન્ડ્સ ટુડેના ગ્રુપ ડિરેક્ટર અને પબ્લિશર કુમારી પલ્લવી મેહરાએ ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020માં વિજેતાઓ નક્કી કરવા માટે જ્યુરી તરીકે સેવા આપી છે.

ટીસીજીએલ દ્વારા સૌ પ્રથમવાર રાજ્યના પ્રવાસન ક્ષેત્રમાં યોગદાન આપનાર સંસ્થા-વ્યક્તિઓને ગુજરાત ટ્રાવેલ & ટુરિઝમ એક્સલન્સ અવોર્ડ-2020 અપાશે

Spread the love

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here