Atmanirbhar Bharat: કોઇ દીકરીના લગ્ન હોય અને માતા પિતાને તેને આણામાં હોમ એપ્લાયન્સિસની વસ્તુ આપવી હોય તો 61 હજારમાં 16 વસ્તુઓ આપીએ છીએ – રાજેન્દ્રસિંહ ચૌહાણ (Rajendrasinh Chauhan)

0
1019
Spread the love

બિઝનેસમેન આત્મનિર્ભર(Atmanirbhar Bharat) ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનમાં જોડાઇ રહ્યા છે, તો ગ્રાહકો પણ ચીનની વસ્તુનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરી રહ્યાં છેઃ રાજેન્દ્રસિંહ ચૌહાણ, GELપ્રોપરાઇટર

કોરોનાની મહામારીએ વૈશ્વિક અર્થતંત્રને ભારે નુકશાન પહોંચાડ્યુ છે. પરંતુ આપણા દેશના વડાપ્રધાને આત્મનિર્ભર બનવાનું સ્લોગન આપ્યું. લોકડાઉન બાદ અનેક લોકો આત્મનિર્ભર(Atmanirbhar Bharat) બનવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વાયરસ ચીનએ આપેલી ભેટ છે. જેના કારણે હવે મોટાભાગના લોકો ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી રહ્યાં છે.

ગુજરાત એનર્જી(GEL) ફક્ત પૌરાણિક પદ્ધતિને જ ધ્યાનમાં રાખીને વેચાણ કરતુ નથી. ગુજરાત એનર્જી(GEL)ના પ્રોપરાઇટર રાજેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, અત્યારની પેઢી સાથે બિઝનેસમાં આગળ વધવા તથા ગ્રાહકોને સંતોષ આપવા મારો દીકરો દિવ્યશીલ ચૌહાણ કાર્યરત છે. તે જ માર્કેટિંગ અને ટેકનિક્લ ડિજિટલ પ્લેટફોર્મ તથા ઓનલાઇન વસ્તુઓનું વેચાણ વગેરે સંભાળે છે: રાજેન્દ્રસિંહ ચૌહાણ

(Atmanirbhar Bharat) ગુજરાતમાં પણ એવા જ એક બિઝનેસ મેન છે રાજેન્દ્રસિંહ ચૌહાણ જે મેક ઇન ઇન્ડિયાના અભિયાનમાં જોડાયા છે. ગુજરાત એનર્જી(GEL)ના પ્રોપરાઇટરે જણાવ્યું કે,`LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી વગેરે જેવા હોમ એપ્લાયન્સિસ જે ભારતમાં જ બને છે, તેનું વેચાણ કરીએ છીએ. આ વસ્તુઓ નોયડા ખાતે બને છે, જે મોટા પ્રોજેક્ટ બનાવે છે. આ પ્રોડક્ટ મોટી ફેક્ટરીમાં બને છે, જ્યાં અન્ય 220 કંપનીઓની પ્રોડક્ટ તૈયાર થાય છે. અમારી ટીવીમાં વસ્તુઓનું ટ્રેડ માર્ક GEL છે.’

કોરોનાકાળ બાદ માર્કેટ વિશે વાત કરતા રાજેન્દ્રસિંહે જણાવ્યું કે,`ચીનની પ્રોડક્ટ જે પહેલા લોકોને સસ્તી લાગતી હતી અને લોકો પહેલી પસંદ કરતા હતા, હવે લોકો તેને લેવી પસંદ કરતા જ નથી. મેક ઇન ઇન્ડિયાની કોઇ પણ વસ્તુ મોંઘી હશે તેમ છંતા તેઓ તે જ ખરીદે છે. એટલે એમ કહી શકાય કે એક તરફ બિઝનેસમેન આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાનમાં જોડાઇ રહ્યા છે, તો ગ્રાહકો પણ ચીનની વસ્તુનો બહિષ્કાર કરીને સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરી રહ્યાં છે.’

ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્રસિંહે આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat) અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નવી શરુઆત કરી છે. આ વિશે વાત કરતા તેમણે કહ્યું કે,`અત્યારે અમે નવી શરુઆત કરી છે, કે કોઇ દીકરીના લગ્ન હોય અને માતા પિતાને તેને આણામાં હોમ એપ્લાયન્સિસની વસ્તુ આપવી હોય તો 61 હજારમાં 16 વસ્તુઓ આપવાનું અમે આપવાનું વિચારીએ છીએ. જેથી કોઇ ટ્રસ્ટ હોય તે અમારી પાસેથી કોઇ વસ્તુ ખરીદી શકે.’

નોંધનીય છે કે, GEL ફક્ત પૌરાણિક પદ્ધતિને જ ધ્યાનમાં રાખીને વેચાણ કરતુ નથી. ગુજરાત એનર્જી(GEL)ના પ્રોપરાઇટર રાજેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે, અત્યારની પેઢી સાથે બિઝનેસમાં આગળ વધવા તથા ગ્રાહકોને સંતોષ આપવા મારો દીકરો દિવ્યશીલ ચૌહાણ કાર્યરત છે. તે જ માર્કેટિંગ અને ટેકનિક્લ ડિજિટલ પ્લેટફોર્મ તથા ઓનલાઇન વસ્તુઓનું વેચાણ વગેરે સંભાળે છે.

Atmanirbhar Bharat: કોઇ દીકરીના લગ્ન હોય અને માતા પિતાને તેને આણામાં હોમ એપ્લાયન્સિસની વસ્તુ આપવી હોય તો 61 હજારમાં 16 વસ્તુઓ આપીએ છીએ – રાજેન્દ્રસિંહ ચૌહાણ (Rajendrasinh Chauhan)

Spread the love