દીકરી નારાજ થઈ ગઈ, આ વાર્તા આજના દરેક યુવાન યુવક યુવતીઓ જરૂર વાંચે

82
1318
Spread the love

પપ્પા જ્યારે ઓફિસે જવા લાગ્યા ત્યારે એમની લાડકી દીકરી આજે ને આજે જ એક્ટિવા લાવવા માટે જીદ કરવા લાગી. પપ્પાએ આજે ને આજે નહિ લાવી શકું, મજબૂર છું પણ તેમની લાડકી દીકરી માને તો ને! દીકરીએ જીદમાં આવી પપ્પા સાથે વાત કરવાનું બંધ કરી દીધું.

દીકરી નારાજ થઈ ગઈ, આ વાર્તા આજના દરેક યુવાન યુવક યુવતીઓ જરૂર વાંચે

પપ્પા પણ બિચારા શું કરે? પપ્પાએ ઓફિસેથી દીકરીને મનાવવા બહુ જ કોશિશ કરી પણ દીકરી ફોન ઉઠાવે તો ને? ચિંતામાં ને ચિંતામાં પપ્પાની મન:સ્થિતિ બગડવા લાગી અને તેથી છાતીમાં દર્દ થવા લાગ્યું. તરત જ શેઠ પાસે ગયા અને તાત્કાલીક લૉન મંજુર કરાવી. દીકરીની ખુશી માટે તરત જ એક્ટિવાના શો રૂમ પર ગયા અને એક્ટિવા ખરીદી લીધી. એક્ટિવા સાંજ સુધીમાં ઘરે આવી જશે તે કહેવા દીકરીને ફરી ફોન કર્યો પણ દીકરી હજુ પણ નારાજ અને મોં ફુલાવીને બેઠી હતી. જીદી હતી, પપ્પાથી હજુ પણ નારાજ હતી.

દીકરી નારાજ થઈ ગઈ, આ વાર્તા આજના દરેક યુવાન યુવક યુવતીઓ જરૂર વાંચે

પપ્પા ચિંતામાં શાંત બેસી ગયા, છાતીમાં દર્દ વધવા લાગ્યું. એમની લાડલીને બહુ પ્રેમ કરતા હતા ને! દીકરીને ફરી ફોન કર્યો પણ દીકરીએ હજુ પણ નારાજ ફોન ઉપાડ્યો જ નહિ, પપ્પા ચિંતા માં બેસી રહ્યાં છાતીમાં દર્દ વધવા લાગ્યુ. એક્ટિવા તો ઘરે પહોંચી ગઈ પણ પપ્પાને માનસિક તણાવમાં તેમને હૃદયનો હુમલો ઓફિસમાં જ આવી ગયો.

ઘર પર એક્ટિવા જોઈને દીકરી ખૂબ ખુશ થઈ ગઈ, આનંદ નો પાર ન રહ્યો પણ એક્ટિવા સાથે પપ્પા ક્યાંય ન દેખાયા, દેખાઈ તો ફક્ત એક એમ્બ્યુલન્સ. બધા જ હેરાન-પરેશાન, કોણ હતું એમાં?

દીકરી નારાજ થઈ ગઈ, આ વાર્તા આજના દરેક યુવાન યુવક યુવતીઓ જરૂર વાંચે

મૃત શરીર એમ્બ્યુલન્સની બહાર કાઢવામાં આવ્યું. દીકરી એ જોયું તો એ મૃત શરીર તો પપ્પાનું જ હતું. તેમના ઓફિસના સાથી કર્મચારીએ બતાવ્યું, સવારે ઓફીસ આવ્યા ત્યારથી એક્ટિવા માટે જ બહુ માનસિક તણાવમાં હતા. દીકરી માટે તાત્કાલીક લૉન પાસ કરાવી એક્ટિવા પણ નોંધાવી દીધી પછી ઘર પર આ ખુશ ખબર આપવા ફોન કર્યો પણ દીકરી નારાજ હતી એટલે ફોન ઉપાડ્યો જ નહીં તેથી તેઓ અસ્વસ્થ થઈ ગયા. દીકરીને બહુ જ પ્રેમ કરતા હતા ને! દીકરીએ ફોન ન ઉપાડ્યો તેથી તેમને છાતીમાં દર્દ વધી ગયું અને થોડી જ સેકન્ડમાં ઓફિસમાં ખુરશી પર જ ઢળી પડયા.

દીકરી નારાજ થઈ ગઈ, આ વાર્તા આજના દરેક યુવાન યુવક યુવતીઓ જરૂર વાંચે

વિચાર કરો, તે સમયે તે દીકરીની શું હાલત થઈ હશે? જોર જોરથી રડી રહી હતી. માફ કરી દો પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મને ખબર ન્હોતી, પપ્પા તમે મને આટલો બધો પ્રેમ કરતા હતા, માફ કરી દો પપ્પા!

પણ હવે શું થઈ શકે, એક્ટિવા બહાર ઉભી હતી અને પપ્પાનું મૃત શરીર પણ ત્યાં જ હતું. દીકરી પોતાની જીદ પર નારાજ થયેલી તે ફક્ત પસ્તાવો જ કરી શકે તેમ હતી.

કાશ! દીકરી ફોન ઉપાડતી તો પપ્પા આજે જીવતા હોત.

દીકરી નારાજ થઈ ગઈ, આ વાર્તા આજના દરેક યુવાન યુવક યુવતીઓ જરૂર વાંચે

પ્રત્યેક બાળકોને નમ્રતાપૂર્વક જણાવવાનું કે દીકરા હોય કે દીકરી પપ્પાનો પગાર જુઓ, ઘરની આવક જુઓ-પરિસ્થિતિ જુઓ. ઘરની જરૂરિયાતને જુઓ. તમે જે માંગણી કરી રહયાં છો? તે માગણી માટે તમારા પપ્પા સક્ષમ-સમર્થ છે કે નહીં? ના, તો પછી થોડી ધીરજ રાખો. પપ્પા ક્યારેય તેમના બાળકોની વાતોની અવગણના નથી કરતા.

સ્ટોરી નું મોરલ સમજાય તો શેર કરજો !


Spread the love

82 COMMENTS

  1. I enjoy you because of all of your efforts on this site. Ellie enjoys doing internet research and it’s easy to see why. All of us hear all concerning the compelling manner you deliver good information by means of the blog and as well cause contribution from other people about this concept plus my daughter is being taught a lot. Enjoy the remaining portion of the new year. You’re the one carrying out a first class job.

  2. I simply couldn’t go away your web site prior to suggesting that I extremely loved the standard information an individual supply on your guests? Is gonna be again steadily in order to check out new posts

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here