DYCM નીતિનભાઈ પટેલે નવરાત્રી અંગે જણાવ્યું હતુ કે, નવરાત્રી અંગે વિચારણા કરી રહ્યા છીએ, જો કે આ અંગેનો નિર્ણય તો છેક નવરાત્રી આવશે ત્યારે લેવામાં આવશે. નવરાત્રી પહેલા સરકાર કોઈ નિર્ણય લઈ શકે છે. શક્ય તેટલી રાહત આપવા અંગે વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં નવરાત્રીને લઈને ખેલૈયા અને આયોજકો બંનેમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભીડ ભેગી કરી શકાય તેમ નથી. પરંતુ એટલી હૈયા ધારણ રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને લેવાશે અને શક્ય હોય તેટલી રાહત આપવા અંગે જ હાલ પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રી પહેલા જાહેરાત કરશે.
tadalafil dosage: http://tadalafilonline20.com/ tadalafil 60 mg for sale