અમદાવાદના ડ્રમરે 1 મિનિટમાં 2357 બિટ્સ પ્લે કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો

0
587
Spread the love


અમદાવાદ શહેરના એક વિદ્યાર્થીએ 1 મિનિટમાં 2357 બિટ્સ પ્લે કરીને ઇન્ડિયા વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. વાત કરીએ તો ડ્રમ ઉપર 1 મિનિટમાં 2357 બિટ્સ પ્લે કરીને અમદાવાદ શહેરના વિદ્યાર્થીએ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં નામ નોંધાવ્યુ. અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલનો વિદ્યાર્થી કર્મન સોની છેલ્લા 5 વર્ષથી ડ્રમ વગાડે છે. કર્મન સોની ડ્રમ ઉપરાંત કિબોર્ડ પણ સારી રીતે વગાડે છે. તે ધોરણ 8માં અભ્યાસ કરે છે અને આજે પણ તે દરરોજ 4 કલાક જેટલો સમય ડ્રમ વગાડવામાં પસાર કરે છે. કર્મન સોનીના પિતા કંદર્પ સોનીના જણાવ્યા મુજબ કર્મન દરરોજ 4 કલાક ડ્રમ વગાડે છે. શરૂઆતમાં 5 વર્ષ પહેલાં તેને આ શોખ જાગ્યો ત્યારે અમને થયું હતું કે, તે ડ્રમ વગાડીને શું કરશે, પણ આજે ખરેખર એવું લાગે છે કે બાળકને શોખ પ્રમાણે આગળ વધારવું જોઇએ.કર્મન સોનીના ટિચરના જણાવ્યા અનુસાર કોઇપણ સોંગ સાંભળે એટલે તરત જ તેને ડ્રમ ઉપર પ્લે કરી શકે છે. હું તેને શીખવાડું ત્યારે તે જાણે તેમાં ખોવાય જાય છે અને તેના ઇન્વોલ્વમેન્ટે જ તેને આ સિદ્વિ અપાવી છે.

અમદાવાદના ડ્રમરે 1 મિનિટમાં 2357 બિટ્સ પ્લે કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો

Spread the love