અરે વાહ…
DRDO એ વધુ એક રુદ્રમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઈલ આપણી પહેલી એન્ટી રેડિએશન મિસાઈલ છે. જેનો ઉપયોગ દુશ્મનના રડારને નષ્ટ કરવામાં થાય છે. એના નામની જેમ છોડ્યા પછી દુશ્મન રડારના તરંગોને સૂંઘતું સૂંઘતું અંતિમ ગિફ્ટ આપી આવે છે. આજે આપણાં સુખોઈ-30 ફાઇટર એરક્રાફ્ટમાંથી છોડવામાં આવેલી. મહત્વની વાત એ છે કે આપણે 2016માં તો હજુ આના ટેકનોલોજીકલ ડેમોસ્ટ્રેટરની વાત સાંભળી રહ્યા હતાં.

DRDO એ છેલ્લા એક મહિનામાં જબરજસ્ત ધડબડાટી બોલાવી છે.
07-Sep હાઇપરસોનિક ટેકનોલોજી ડેમોસ્ટ્રેટર વ્હિકલ
22-Sep અભ્યાસ એરિયલ ટાર્ગેટ
23-Sep લેઝર ગાઇડેડ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઈલ
23-Sep પૃથ્વી 2
30-Sep બ્રમ્હોસ એક્સટેન્ડેડ રેન્જ
03-Oct શૌર્ય NG
05-Oct સ્માર્ટ ટોર્પિડો મિસાઈલ
09-Oct રુદ્રમ એન્ટી રેડિએશન મિસાઈલ.
