● આજે પણ સમરસતા માત્ર કાયદા ના કાગળ પર
■ લેખિકા – અમી અનિલ જોધાણી
સતારા ની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે દાખલ થયેલ બાળક ને પૂછવામાં આવ્યું તુ કંતાન લાવ્યો છે …..હા કંતાન પાથરી બધાથી દૂર બેસવાનુ નિશાળ માં પાણીની તરસ લાગે તો નળ પાસે ઉચે થી પાણી પીવાનું . અભ્યાસ કરતા બાળકના વાળ વધી જાય ત્યારે વાળંદ વાળના કાપી આપે વાળ કાપવા ના ઘર સુધી આવે …આ…કેવી લાચારી કેવી વિવશ્તા। આ ઘટનાઓ જે બાળકના જીવનમાં ઘટી હતી તે બાળક ભીમરાવમાં હતું
બાળ માનસ સતત વિચાર કરે …શાળાના બાળકો પાસે કુતરા બિલાડા બેસી શકે પરંતુ ભીમરાવે કંતાન પાથરી બધા થી જુદા બેસવાનુ ? મારે બ્લેક બોર્ડ ની નજીક નહી જવાનું
પાણી પીવા માટે નળ પાસે કોઈની રાહ જોવાની અને ઉપરથી પાણી પીવાનુ વાળંદનો અસ્ત્રો ભેંસ ના વાળ કાપી શકે તે અસ્ત્રો માણસના માથા માં વાળ કેમ ન આપી શકે ?આવી ભેદ રેખા બાળ ભીમ રાવ સાથે કેમ ભેંસ ના વાળમાં ફરી શકતો અસ્ત્રો દલીત બાળક ના માથા ના વાળ કાપે તો અસ્પૃશ્ય બની જાય ?બાળક ભીમરાવની વેદનાએ બાળમાનસમાં ક્રાંતિના બીજ નુ વાવેતર કર્યું
અભ્યાસ પછી નોકરી દરમિયાન પણ અનેક અનુભવો થયા ફાયલોદૂરથી અપાતી રહેવા માટે મકાન આપવા કોઈ તૈયાર નહીં
હોટલમાં પણ ભેદભાવ અત્યાચાર અન્યાય અને અશ્પુસ્યતા ની આગમાંથી પ્રગટેલ મસાલે નિર્ણાયક દિશા તરફ પ્રયાણ કર્યું
આજે પણ આઝાદીના સાત દાયકા પછી પણ સામાજિક સમરસતાના પ્રયાસો પછી કેટલા અંશે ભેદભાવ દૂર થઈ રહ્યો છે તેવું વ્યવહારમાં દેખાય છે પરંતુ આજે ૧૨૫ વષઁ પછી …તાજેતરમાં બે મિત્રો સાથે ચર્ચા એ હૃદયને સંવેદનાઓથી ભરી દીધું વાલ્મિકી સમાજ ના સંત અને અમારા પરિવાર ના સભ્ય સમાન ભગીરથ બાપુની મુલાકાત થઇ સૌ સાથે બેસી ચાની ચૂસકી મારતા ચર્ચા કરતા હતા પરિવારના સભ્યો કેમ છે ? મોટા દીકરાની વહુ પીટીસી શિક્ષિકા છે સરકારી શાળામાં નોકરી કરે છે પણ ….પણ શું ?
મારા પણ કાન સ્થીર થઈ ગયા ભગીરથ બાપુએ વેદના પ્રગટ કરી ગામના માથાભારે તત્ત્વોએ શાળામાં શિક્ષિકા દીકરી નું પાણી પીવાનું માટલું અલગ રાખ્યું છે ભગીરથ બાપુ ની આંખો ભીની થઈ ગઈ મારી કલ્પના ઓ વસ્તુ સુધી પહોંચી કે …. શિક્ષિકા વાલ્મિકી સમાજ ની દીકરી ને તરસ લાગી હશે તો પણ તરસી રહેતી હશે હજુ પણ ભેદભાવ સમજાતું નથી ?
અરે સાહેબ શું વાત કરો છો અમે રોડ સફાઈનું કામ કરીએ છીએ કામ કરતાં કરતાં પાણીની તરસ લાગે અને રોડ ઉપરના ફ્લેટમાં પાણી માંગીએ તો પ્લાસ્ટિકની બોટલ અને ગ્લાસ ઓટલા ઉપર મૂકી કહે બોટલ અને ગ્લાસ તમે જ લઈ જજો આજે પણ સામાજિક સમરસતા વ્યવહારમાં મુશ્કેલ બની રહી છે અવારનવાર સમાચાર આવે છે કે મહેસાણા જિલ્લાના કોઈ ગામના દલિત યુવાનને ઘોડા પર બેસી લગ્નનો વરઘોડો કાઢતા પથ્થરમારો થયો ગ્રામજનોએ વિરોધ કર્યો પોલીસ રક્ષણ હેઠળ વરઘોડો કાઢવો પડે મંદિર પ્રવેશના મુદ્દે પણ સંઘર્ષ થાય છે રામજી મંદિર નો પાટોત્સવ ઊજવાય પરંતુ દલિત સમાજ નો પ્રસાદ જમણવાર અલગ થાય જીવન જીવે ત્યાં સુધી કદાચ તેના માં અસ્પૃશ્યતા દેખાય પરંતુ મરણ પામેલ વ્યક્તિ માં પણ ભેદભાવ સ્મશાનભૂમિ પણ ગામમાં અલગ હોય એનાથી અન્યજાતિ સમાજ ના સ્મશાન ગૃહમાં પણ પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર પણ ના થાય સામાજિક સમરસતા સિવાય દેશમાં સમાજની એકતા શક્ય જ નથી સામાજિક સમરસતાના પ્રદર્શન માટે રાજકીય દ્રષ્ટિકોણથી થતાં કાર્યક્રમ પણ ચિંતા પેદા કરે છે રાજકીય આગેવાન ના જન્મદિવસે ૧૦૧વાલ્મિક સમાજની દિકરી ઓ ને ભોજન કરાવી નાનકડી ભેટ આપી ફોટા સોશિયલ મીડિયામાં મુકવાની ફેશન ચાલુ છે ગરીબ દીકરીઓને પણ મજાકનું કેન્દ્ર બનાવી રહ્યા છે માત્ર વાલ્મિકી ની દીકરી ઓ સન્માનને ભોજન તે બાળકી દીકરીના જીવનમાં કેટલી પીડા ઉત્પન્ન કરતું હશે હુ વાલ્મીકિ સમાજ ની છું માટે સમરસતા ની પબ્લીસીટી માટે મારો ફોટો વપરાય છે
કેમ સવઁ જ્ઞાતી ની દિકરી ઓને વચ્ચે મારી દિકરી ઓને બેસાડ્યા નથી
આવા એક કાયઁક્રમ દરમ્યાન એ સ્લમ કવાઁટસ ની એક દિકરી એ જીદ પકડી મારે પણ જમવા જવું છે? ત્યારે તેની માતા એ કીધું આપણા થી ન જવાય એ તોવાલ્મિક સમાજ ની દિકરી ઓને જ જમણવાર છે.
બિલ્ડર પાસે ફલેટ ખરીદવા જનાર ને પહેલા પુછવામાં આવે છે કેવા છો? ખરીદનાર પણ પુછે છે આસપાસ કોણ છે?
સવાલ સમાજ ની માનસીકતા નોછે
બાબાસાહેબ આંબેડકરજી નુ આંદોલન એક વૈચારીક લડાઈ હતી રાજકીય વ્યવસ્થા થી પરિવતઁન નહી આવે સમાજ મા સમરસતા નિમાઁણ કરવા નો પ્રયાસ કરતી સંસ્થા ઓ એ રાજકીય દબાણ વગર કામ કરવુ પડશે સત્ય ની સાથે રહેવું પડશે પરમાથઁ જેવો વહેવાર કરવો પડશે
ઘણા અનુભવ સારા છે
અમારા ડો અનિલ રાવલ ને અમે નજીક થી જોયા છે તેઓ સાચા અર્થમાં સમરસતા નુ આદઁશ ઉદાહરણ છે
સમરસ સમાજ
સમૃદ્ધ દેશ એ ડો બાબાસાહેબ ના જીવન નુ મોટુ આંદોલન હતુ
ધમઁપરિવતઁન કરી બૌધ્ધ ધમઁ
અંગીકાર સમયે પણ તેમના જીવન મા વેદના હશે…
પરંતુ વ્યથા ની વ્યવસ્થા નહી થઈ હોય માટે જ બૌદ્ધ ના સરણે બાબાસાહેબ ગયા હશે
