દેશ ના મશહુર અંબાણી પરિવારના બધાજ સભ્યોની લવ-સ્ટોરી ખુબજ ફિલ્મી છે. મુકેશ અંબાણીએ પોતાની પત્ની નીતા અંબાણીને લગ્ન માટે રસ્તા પર ગાડી રોકીને પ્રપોઝ કર્યું હતું જયારે આનંદ પિરામલ એ ઈશા અંબાણીને ઘુટણ પર બેસીને લગ્ન માટે મનાવી હતી. કઈંક આવી જ રસપ્રદ છે કોકીલાબેન અને ધીરુભાઈ અંબાણી ની લવ-સ્ટોરી.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ને શરુ કરવાવાળા ધીરુભાઈ અંબાણી નું મૃત્યુ ૨૦૦૨ માં હાર્ટ-એટેક ના કારણે થયું હતું. તેના મૃત્યુબાદ કોકિલાબેને એક ઈન્ટરવ્યું માં તેની ખાસ પળો વિષે જણાવ્યું હતું અને ધીરુભાઈ ની ઘણી એવી આદત હતી કે જેનાથી કોકીલાબેન ખુબજ પ્રભાવિત અને આકર્ષિત હતા.

પત્નીને ગીફ્ટ આપવાનો અને બહાર લઇ જવાનો શોખ :- ધીરુભાઈને તેની પત્નીને ગીફ્ટ આપવાનો અને બહાર ફરવા લઇ જવાનો ખુબજ શોખ હતો જેને તે પૂરો કરતા હતા. કોકીલાબેન ને તેમનો આ અંદાજ ખુબજ પસંદ હતો. કોકીલાબેને જામનગરમાં કોઈ ગાડી અથવા તો કાર જોઈ ન હતી.

એકદિવસ એ ચોરવાડ થી અદેન શહેર જવા માટે નીકળ્યા ત્યારે ત્યાં પહોચ્યા પહેલાજ ધીરુભાઈનો ફોન આવ્યો કે કોકિલા મેં તારા માટે ગાડી લીધી છે હું તને લેવા આવું છુ તો ચાલ કે ગાડીનો કલર કયો હશે. ચાલ હું જ કઈ દેવ કે IT IS BLACK LIKE ME.ધીરુભાઈના આવા પ્રેમભર્યા અંદાજે તેમને ઈમ્પ્રેસ કરી દીધા.

પ્યાર બતાવવાનો અંદાજ અલગ જ હતો :- તમે નહી જાણતા હોવ કે કોકીલાબેન ને લગ્ન પહેલા અંગ્રેજી ન આવડતું હતું કારણકે તેઓ ગુજરાતી સ્કુલ માં ભણ્યા હતા. પછી મુંબઈ માં આવ્યા બાદ ત્યાના લોકો સાથે સેટ થવા માટે ધીરુભાઈ એ કોકીલાબેન ને અંગ્રેજી શીખવા માટે કહ્યું અને પછી કોકીલાબેન ને એક શિક્ષક પાસે અંગ્રેજી શીખ્યું.

કોકીલાબેન પાસે જ બધા કામના શુભઆરંભ કરાવતા :- ધીરુભાઈની એક ખાસિયત એ હતી કે તે તેની પત્નીની ઈજ્જત અને કદર ખુબજ કરતા હતા. ધીરુભાઈ પોતાના દરેક નવા કામમાં કોકીલાબેન ને સાથે જ લઇ જતા અને તેના નવા કામનું શુભઆરંભ કોકીલાબેન ના હાથે જ કરાવતા હતા.

ધીરુભાઈ તેના બધા કામ અને પ્રોજેક્ટ માં કોકીલાબેન ની સલાહ લઈને જ આગળ વધતા હતા. જયારે પણ ધીરુભાઈને કોઈ નવા શહેરમાં કામ માટે જવાનું હોય ત્યારે તે નવા શહેરની જાણકારી નું કામ કોકિલાબેન ને સોપતા. તે તેના પ્રોજેક્ટ પર ધ્યાન આપતા અને કોકીલાબેન શહેરની જાણકારી લઈને તેમને આપતા.ધીરુભાઈ તેના બધાજ કામમાં કોકીલાબેન ને સાથે જ રાખતા.

કોકીલાબેન કહેતા કે ધીરુભાઈએ ખુબજ સફળતા મેળવી પણ તેમણે ઘમંડ ક્યારેય નથી કર્યો. તેની આ વાત કોકીલાબેન ને ખુબજ ગમતી. તેમની ખાસ વાત તો એ છે કે કશે પણ બહાર ફરવા જવાનું હોય તો ધીરુભાઈ તેમના મિત્રોની સાથે-સાથે કોકીલાબેન ના મિત્રો ને પણ બોલાવાનું કહેતા. તે પોતાની ખુશીની સાથે કોકીલાબેન ની ખુશીનું પણ પૂરું ધ્યાન રાખતા જયારે તેમને નવું એરક્રાફ્ટ લીધું ત્યારે પણ તેણે કોકીલાબેન ના બધા મિત્રો ને પાર્ટી આપી હતી.