લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

89
3243
Spread the love

ગાંધીનગર, હાલ કોરોના ની આ ભયજનક સમસ્યા મા આખો દેશ લોકડાઉન છે જે પહેલા ૧૪ એપ્રિલ સુધી રાખવાનો નિર્ણય હતો પરંતુ, પરિસ્થિતિ ને ધ્યાનમા રાખીને હાલ આ લોકડાઉન ૩ અને હવે ૧૭ મે સુધી લંબાવવામા આવ્યુ છે. પરંતુ , શુ કોઈએ આ વિશે વિચાર્યું કે કલ્પના કરી છે કે આ લોકડાઉન પૂર્ણ થયા બાદ કોઈપણ સેક્ટરની કેવી પરિસ્થિતિ હશે?

લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

આ વિશે હાલ કઈપણ અનુમાન તો ના લગાવી શકીએ. જો કે, તજજ્ઞો ના મત મુજબ લોકડાઉન પૂર્ણ થયા બાદ આવા ક્ષેત્ર મોટાભાગે લોકોની વિચારસરણી અને વર્તન પર આધારીત રહેશે. અમુક ક્ષેત્રો મા સુધારો આવવામા થોડો વધારે સમય લાગી શકે. કોરોના વાયરસ ની સમસ્યા ના કારણે સરકારે જે ક્ષેત્રો ને બંધ કર્યા હતા તે ક્ષેત્રો મા સૌથી ઝડપ થી સુધારો આવી શકે.

લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

ફાર્મા તથા મેડિકલ ક્ષેત્રોમા તેજી જોવા મળી શકે છે :

તેમણે જણાવ્યુ કે કોવિડ-૧૯ સમસ્યા ના કારણે ફાર્મા, તબીબી અને આરોગ્ય સંસાધનો અને ડિજિટલ કંપનીઓ વગરે એવા ક્ષેત્રોમા સમાવેશ છે જેમા હાલ વર્તમાન સમયમા સૌથી વધુ તેજી જોવા મળી છે. ભૂતપૂર્વ ટેલિકોમ અને આઈ.ટી. સચિવ આર. ચંદ્રશેખર કહે છે કે ડિજિટલ વર્લ્ડ સાથે સંકળાયેલી અને તે સંબંધિત સેવાઓ આપતી કંપનીઓ જેમકે, મનોરંજન, ઓફિસ સિસ્ટમ્સ અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેન જેવી સેવાઓ ની કામગીરી મા સુધારો જોવા મળશે.

ટ્રાન્સપોર્ટ સેક્ટરમા પણ તેજી જોવા મળી શકશે :

લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

છેલ્લા અમુક દિવસો મા બજાર મા જે રીતે જીવનજરૂરિયાત ની ચીજવસ્તુઓ ની માંગ અમુક હદ સુધી વધી છે , તે જોતા એવુ કહી શકાય કે તેમા ફરી થી તેજી આવી શકે. એક ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીએ જણાવ્યુ હતુ કે, લોકડાઉન પૂર્ણ થશે એટલે પરિવહન, સંગ્રહ, વેરહાઉસિંગ જેવા સેકટર ટુંક સમયમા જ સ્થિર થઈ જશે જ્યારે મુસાફરી, હોટલ, વિદેશી મુસાફરી અને શોપિંગ મોલ જેવા અમુક ક્ષેત્રો ને સ્થિર થવામા થોડો વધુ સમય લાગશે.

ઇ-કોમર્સ અને હોમ ડિલિવરી ના વ્યવસાયમા પણ આવશે તેજી :

કોર્પોરેટ કંપનીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઇ-કોમર્સ અને હોમ ડિલિવરી ના વ્યવસાયમા તેજી જોવા મળશે. તેમણે કહ્યુ કે, દાખલા તરીકે, હોટલ અને ટ્રાવેલ ક્ષેત્રને ફરીથી સ્થિર થવામા હજુ પણ સમય લાગશે.

લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

લોકો હવે આવશ્યકતા વિના યાત્રા કરવાનુ પસંદ કરશે નહી. જેની અસર હોટલો ક્ષેત્ર ને પણ થશે. કારણ કે, આ બંને વ્યવસાય એકબીજા સાથે સંકળાયેલ છે. એટલે જો જોવા જઈએ તો પર્યટન ક્ષેત્રમા પણ તેજી આવવામા થોડો વધુ પડતો લાંબો સમય લાગશે.

કોઈપણ પ્રકારના જોખમ લેવા થી દૂર રહેશે લોકો :

મીડિયા સાથે વાતચીત દરમિયાન એક અધિકારી એ જણાવ્યુ કે , લોકડાઉન પૂર્ણ થશે એટલે લોકો કોઇપણ પ્રકાર ના જોખમ થી બને તેટલી દૂરી બનાવીને રાખશે. આ ઉપરાંત જે ક્ષેત્રો માનવ વ્યવહાર સાથે સંકળાયેલા છે તે પણ પ્રભાવિત થશે અને તેને ઠીક થવામા પણ લાંબો સમય લાગશે.

લોકડાઉન ખૂલે તે પછી ક્યાં ધંધા-રોજગાર મા આવી શકે છે સૌથી વધુ ઉછાળો કે માંગ? નિષ્ણાતો નો મત જાણો શું છે

Spread the love

WordPress database error: [Table './riditmed_wp933/wpk5_comments' is marked as crashed and last (automatic?) repair failed]
SELECT SQL_CALC_FOUND_ROWS wpk5_comments.comment_ID FROM wpk5_comments WHERE ( comment_approved = '1' ) AND comment_post_ID = 289 ORDER BY wpk5_comments.comment_date_gmt ASC, wpk5_comments.comment_ID ASC

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here