
402 એકરમાં કંબોડિયાનું અંગકોરવાટ મંદિર બનેલું છે. સૌથી મોટાં 10 મંદિરોમાં 6 ભારતના, નોર્થ અમેરિકાના ન્યૂ જર્સીનું સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર 163 એકરમાં બનેલું છે
સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસનું મંદિર પણ ટોપ 10 મંદિરોમાં સામેલ.

5 ઓગસ્ટે અયોધ્યામાં શ્રીરામના મંદિરનું ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે. હાલ મંદિરનું જે મોડલ છે, તે 67 એકરના ક્ષેત્રનું છે. પરંતુ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ આ વાતની યોજના બનાવી રહ્યું છે કે મંદિરનું ક્ષેત્ર 108 એકર સુધી હોય. જો એવું થશે, તો ક્ષેત્રફળની દૃષ્ટિએ આ મંદિર દુનિયામાં ચોથું સૌથી મોટું મંદિર બની જશે. દુનિયાનું સૌથી મોટું મંદિર કંબોડિયાનું અંગકોરવાટ છે. તેનું ક્ષેત્રફળ 402 એકર છે. ભારતનું સૌથી મોટું મંદિર તમિલનાડુના શ્રીરંગનાથ સ્વામી મંદિર છે. જે લગભગ 156 એકરમાં ફેલાયેલું છે.
જો મંદિર 67 એકર જમીન ઉપર બનશે તો તે દુનિયાનું 5મું સૌથી મોટું મંદિર હશે. 5 ઓગસ્ટે ભૂમિ પૂજન સાથે જ મંદિર નિર્માણ કામ શરૂ થઇ જશે. આવતાં 3 વર્ષમાં મંદિર બની જશે તેવી આશા છે. રસપ્રદ વાત એ છે કે, ભારતને મંદિરોનો દેશ કહેવામાં આવે છે. પરંતુ, દુનિયાના 10 સૌથી મોટાં મંદિરોમાંથી 4 વિદેશી જમીન ઉપર છે. દુનિયાનું સૌથી મોટું મંદિર અંગકોરવાટ છે, જે કંબોડિયામાં છે. સૌથી મોટા મંદિરોમાં એક કંબોડિયા, એક અમેરિકા અને બે ઇન્ડોનેશિયામાં છે.

ક્ષેત્રફળના આધારે દુનિયાના Top 10 સૌથી મોટા મંદિર કયા-કયા છે….
- અંગકોર વાટ મંદિર- ક્ષેત્રફળની દૃષ્ટિએ કંબોડિયાના અંગકોરનું આ મંદિર દુનિયામાં સૌથી મોટું છે. તે લગભગ 402 એકરમાં ફેલાયેલું છે. તેનું નિર્માણ 12મી સદીમાં રાજા સૂર્યવર્મન દ્વિતીયએ કરાવ્યું હતુ
- સ્વામીનારાયણ અક્ષરધામ, ન્યૂજર્સી- નોર્થ અમેરિકાના ન્યૂ જર્સીમાં શ્રીસ્વામીનારાણય અક્ષરધામ મંદિર સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર 2014માં ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સ્વામીનારાયણ શાખાનું એક સંપ્રદાય છે.
- શ્રી રંગસ્વામી મંદિર – ભારતના તમિલનાડુ રાજ્યના તિરૂચિરાપલ્લી શહેરમાં શ્રી રંગનાથસ્વામી મંદિર સ્થિત છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ તે ભારતનું સૌથી મોટું મંદિર છે. ભગવાન વિષ્ણુનું આ મંદિર એક શહેર જેવું છે. 8-9મી સદી આસપાસ આ મંદિરનું નિર્માણ માનવામાં આવે છે.
- શ્રીરામ મંદિર- 5 ઓગસ્ટે ઉત્તરપ્રદેશની અયોધ્યામાં શ્રીરામ મંદિરનું ભૂમિ પૂજન થવા જઇ રહ્યું છે. આ મંદિર લગભગ 108 એકરમાં બનવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ આ દુનિયાનું ચોથું સૌથી મોટું મંદિર હશે.
- છતરપુર મંદિર- ભારતની રાજધાની નવી દિલ્હીમાં 1974માં સંત નાગપાલે છતપુર મંદિર બનાવ્યું હતું. આ મંદિર આખું આરસપહાણથી બનેલું છે. અહીં દેવી દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.
- અક્ષરધામ મંદિર, દિલ્હી- નવી દિલ્હીના સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. 2005માં મંદિરને ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. મંદિર નિર્માણ 3,000 સ્વયંસેવકો અને લગભગ 7,000 કારીગરોએ મળીને બનાવ્યું હતું.
- બેસાકી મંદિર- ઇન્ડોનેશિયાના બાલીમાં બેસાકી મંદિર સ્થિત છે. અહીં બાલિની મંદિરની એક શ્રૃંખલા છે. આ મંદિર છ સ્તરમાં બનાવવામાં આવ્યું છે. ઢાળને દાદરાવાળો બનાવવામાં આવ્યો છે. મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. એવું માનવામાં આવે છે કે, 13મી સદીથી અહીં પૂજા થઇ રહી છે.
- બેલૂર મઠ, રામકૃષ્ણ મંદિર- ભારતમાં પશ્ચિમ બંગાળના હાવડામાં બેલૂર મઠ રામકૃષ્ણ મંદિર સ્થિત છે. આ રામકૃષ્ણ પરમહંસ મિશનનું મુખ્યાલય છે. તેની સ્થાપના સ્વામી વિવેકાનંદે કરી હતી. આ મંદિર હુગલી નદીના પશ્ચિમી તટ ઉપર બનેલું છે. તેની સ્થાપના 1935માં થઇ હતી.
- થિલ્લઈ નટરાજ મંદિર- ભારતમાં તમિલનાડુ રાજ્યના ચિદંબરમ નગરમાં થિલ્લઈ નટરાજ મંદિર સ્થિત છે. આ શિવજીનું મંદિર છે. અહીં શિવજીના નટરાજ સ્વરૂપમાં દર્શન થાય છે. અહીં ગણેશજી, મુરૂગન અને વિષ્ણુ વગેરે દેવી-દેવતાઓના મંદિર પણ છે. આ મંદિરનું નિર્માણ 10મી સદી આસપાસનું માનવામાં આવે છે.
- પ્રમ્બાનન, ત્રિમૂર્તિ મંદિર- ઇન્ડોનેશિયાના મધ્ય જાવાના યાગ્યાકાર્ટા ક્ષેત્રમાં પ્રમ્બાનન ત્રિમૂર્તિ મંદિર સ્થિત છે. આ શિવજીનું મંદિર છે. તેનું નિર્માણ 9મી સદીનું માનવામાં આવે છે. અહીંની ઊંચી અને અણીદાર વાસ્તુકળા મંદિરને ખાસ બનાવે છે.
