નર્મદા જિલ્લાના વેલીયન્ટ ક્રિકેટર Vishal Pathak ને ક્રિકેટ ના ભગવાન સચિન તેંડુલકર એ ટ્વીટર પર કોમેન્ટ કરી

0
729
Spread the love

ક્રિકેટ જગત માં સચિન તેંડુલકર ખૂબ મોટું નામ છે એમ તો સચિન તેંડુલકર ને ક્રિકેટ ના ભગવાન કહેવામાં આવે છે સચિન ને મળવા માટે આજે કોઈ પણ ક્રિકેટપ્રેમી હોઈ કે વિશ્વનો કોઈ પણ વ્યક્તિ તલપાપડ રહેતો હોય છે અને જો કોઈ મળ્યું હોઈ તો તે દિવસ ને મહત્વ નો દિવસ ગણતો હોઈ છે ત્યારે નર્મદા જિલ્લાના નાનકડા ગામ રાજપીપલા માં રેહતા વેલીયન્ટ ક્રિકેટર વિશાલ પાઠક ને સચિન તેંડુલકર એ ટ્વીટર પર રીપ્લાય આપ્યો છે 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સચિન તેંડુલકર એ રક્તદાન કરી ને ટ્વીટ કર્યું હતું જે ટ્વીટ જોતા વિશાલ પાઠક એ એ ટ્વીટ પર પોતાના એ 50મી વાર રક્તદાન કર્યું જેનો ફોટો સચિન તેંડુલકરની ટ્વીટ પર મોકલ્યો હતો જેનો રીપ્લાય બે દિવસ બાદ સચિન તેંડુલકર એ આપ્યો હતો સચિન તેંડુલકર નો રીપ્લાય હતો

” amazing vishal,do keep up the good work ” આ રિપ્લાય જોતા જ વિશાલ પાઠક ખુશ થયો હતો કારણ એટલું જ હતું કે વિશાલ પાઠક જે વ્યક્તિ ને ક્રિકેટ માં પોતાના આદર્શ તરીકે માને છે તેવા સચિન તેંડુલકર એ ટ્વીટર પર રીપ્લાય આપ્યો ત્યારે વિશાલ પાઠક એ જણાવ્યું કે સચિન તેંડુલકર ને મળવાની વર્ષો થી ઈચ્છા છે પણ હાલ માં સચિન સર એ રીપ્લાય આપ્યો છે તેના થી ખુશ છું પણ મળવાની ઈચ્છા હજુ અધૂરી છે એ પણ ભગવાન પુરી કરે એવી પ્રાર્થના કરું છું અને મેં નીર્ધાર કર્યો છે કે સચિન તેંડુલકર એ જેમ ક્રિકેટ માં 100 સેન્ચુરી બનાવી છે તેમ હું પણ 100 વાર રક્તદાન કરવા માગું છું સર સચિન તેંડુલકર ના રીપ્લાય થી મારો આત્મવિશ્વાસ પણ વધ્યો છે એમને જે રીતે રીપ્લાય કરી ને મને પ્રોત્સાહિત કર્યો છે તે માટે હું સર સચિન તેંડુલકર નો ખુબ ખુબ આભાર માનું છે

નર્મદા જિલ્લાના વેલીયન્ટ ક્રિકેટર Vishal Pathak ને ક્રિકેટ ના ભગવાન સચિન તેંડુલકર એ ટ્વીટર પર કોમેન્ટ કરી

Spread the love