કોરોના વાયરસનો ખતરો દેશમાં અને ખાસ ગુજરાતમાં દિવસેને રહ્યો છે અને કોરોના સેન્ટરનું હબ અત્યારે અમદાવાદ બની ગયું છે જેના કારણે અમદાવાદમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારબાદ હવે અમદાવાદના પાડોશી જિલ્લા ગાંધીનગરમાં પણ આવતી કાલથી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર શહેરમાં આને આસપાસના ગામોમાં પણ કોરોના વાયરસના કેસ પોઝિટિવ આવવાના કારણે જિલ્લા કલેકટર કુલદીપ અર્યે એક જાહેરનામું બહાર પાડીને 17મી મે સુધી શહેર અને જિલ્લામાં તમામ દુકાનો બંધ કરવાનો આદેશ કર્યો છે. શહેરના તમામ સેકટરોમાં પણ લોકડાઉનનું પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.

સમગ્ર ગાંધીનગર જિલ્લામાં આજે વધુ 14 કેસ સામે આવતા જિલ્લાનો આંકડો 100ને વટાવી ચુક્યો છે. અને 111 ઉપર પહોંચી ગયો છે. જિલ્લામાં કોરોના વાયરસના કારણે 6 લોકોનના મૃત્યુ પણ થઇ ગયા છે.આજે સાંજથી કલોલમાં પણ સંપૂર્ણ લ઼ૉકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. સાંજે 6 વાગ્યાથી કલોલ સંપુર્ણ બંધ થઈ જશે. કલોલમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થતા દૂધ, દવા, હોસ્પિટલ જ ચાલુ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત થતા જ લોકો ખરીદી કરવા માટે નીકળી ગયા છે. અને દુકાનો ઉપર ભીડ લાગેલી છે. આવતીકાલથી ગાંધીનગરમાં પણ દવા અને દૂધ સિવાયની તમામ દુકાનો બંધ રાખવાનો કડક નિર્ણય કરવામાં આવ્યો છે.શાકભાજી કરિયાણું લેવા લોકોએ લાઇન લગાવી દીધી છે સોશિયલ ડિસ્ટસિંગનું ધ્યાન રાખી લોકો ખરીદી કરવા માટે લાઇનમાં ઉભા છે.
What’s up, its fastidious piece of writing
regarding media print, we all know media is a wonderful source of data.
Here is my blog :: CBD for dogs
buy brand cialis online cialis cause back pain